Delhi

આર માધવનએ વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથેની તસવીર શેર કરી

નવીદિલ્હી
બોલિવૂડ એક્ટર આર માધવન પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેતા પેરિસમાં બેસ્ટિલ ડેની ઉજવણીનો ભાગ બન્યો હતો. ૧૪ જુલાઈ ૨૦૨૩ના રોજ પેરિસમાં આ વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આર માધવન માટે આ ઈવેન્ટ ખૂબ જ ખાસ હતી. હકીકતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું હતું. આ ડિનર પીએમ મોદી માટે ખાસ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ ડિનર પર આર માધવનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અભિનેતાએ પોતે આ પ્રસંગની ઘણી તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ ઉપરાંત તેણે તેની અદ્ભુત સાંજને યાદ કરીને એક હૃદય સ્પર્શી પોસ્ટ પણ કરી છે. જેના દ્વારા તેણે પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના વખાણ કર્યા છે. આર માધવને શેર કરેલી તસવીરમાં તે પીએમ મોદીનો હાથ પકડેલો જાેવા મળી રહ્યો છે. તે જ સમયે પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ડિનર ટેબલ પર બેઠેલા જાેવા મળે છે અને કેટલીક તસવીરોમાં દરેક સેલ્ફી ક્લિક કરતા જાેવા મળે છે. અભિનેતાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ તસવીરો શેર કરતાં તેમણે લખ્યું કે, ૧૪ જુલાઈ ૨૦૨૩ના રોજ પેરિસમાં બેસ્ટિલ ડેની ઉજવણી દરમિયાન ભારત-ફ્રાન્સના સંબંધો તેમજ બંને દેશોના લોકો માટે સારું કરવા માટેનો જુસ્સો અને સમર્પણ સ્પષ્ટ હતું. અભિનેતાની પોસ્ટ અનુસાર, લુવર ખાતે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત રાત્રિભોજનમાં બંને વિશ્વ નેતાઓએ આ બે મહાન મિત્ર રાષ્ટ્રોના ભવિષ્ય માટે ઉત્સાહપૂર્વક તેમના વિઝન રજૂ કર્યા. આર માધવને પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની પણ પ્રશંસા કરી છે અને બંનેનો આભાર માન્યો છે. આ સાથે, અભિનેતાએ બંને દેશોના ઉજ્જવળ ભવિષ્ય વિશે લખ્યું. આર માધવનની પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું વર્તન પણ પ્રશંસનીય હતું.

Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *