Delhi

રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી

નવીદિલ્હી
કોગ્રેસ લીડર રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે સજા અને દોષિત ઠેરવવા પર રોક લગાવવાની માંગ કરી છે. ગુજરાત હાઈકોર્ટે હાલમાં જ રાહુલ ગાંધીની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો આદેશ યોગ્ય છે. આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી કાઢી નાખવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મામલે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ વર્ષે નીચલી અદાલતે તેમને દોષિત ઠેરવી અને બે વર્ષની સજા સંભળાવી હતી. મોદી સરનેમના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ સજા પર સ્ટે મુકવાની અરજી ફગાવી દીધી હતી. રાહુલ ગાંધી મોદી સરનેમ કેસની સ્થિતિ હાલ સુધીમાં કેટલે પહોંચી છે? તે જાણો.. રાહુલ ગાંધી મોદી સરનેમ કેસ ૨૩ માર્ચ ૨૦૨૩ ના રોજ, રાહુલ ગાંધીને સુરત જિલ્લા અદાલત દ્વારા મોદી સરનેમ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ૨૪ માર્ચે, રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા કારણ કે દોષિત રાજનેતા સાંસદ રહી શકતા નથી. રાહુલ ગાંધીએ સજા પર સ્ટે આપવા માટે સુરત સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો. ૨૦ એપ્રિલના રોજ, સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે સાંસદ અને દેશની બીજી સૌથી મોટી રાજકીય પાર્ટીના ભૂતપૂર્વ વડા હોવાના કારણે રાહુલ ગાંધીએ વધુ સાવચેત રહેવું જાેઈતું હતું. ૨૫ એપ્રિલે રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટના આદેશને પડકારતી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. મે મહિનામાં, ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અંતિમ આદેશ ઉનાળાના વેકેશન પછી પસાર કરવામાં આવશે. સુરતમાં પૂર્ણેશ મોદી કેસ કે જેમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા તે પછી, રાહુલ ગાંધી પર અન્ય ઘણા માનહાનિના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આવી જ એક અરજી રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ દાખલ કરી છે. પટના હાઈકોર્ટે ૪ જુલાઈએ ફોજદારી માનહાનિ કેસની કાર્યવાહી પર ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી રોક લગાવી હતી. ઝારખંડ હાઈકોર્ટે ૪ જુલાઈના રોજ એડવોકેટ પ્રદીપ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા અન્ય માનહાનિના કેસ અંગે એક આદેશ પસાર કર્યો હતો અને કહ્યું હતું કે ૧૬ ઓગસ્ટના રોજ આગામી સુનાવણી સુધી રાહુલ ગાંધી સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવી જાેઈએ નહીં. આમ હાલ સુધીમાં રાહુલ ગાંધી મોદી સરનેમ કેસની સ્થિતિ રહી છે.રાહુલ ગાંધી મોદી સરનેમ કેસની સ્થિતિ જાણ્યા પછી તમને પ્રશ્ન થશે કે આખરે આ મોદી સરનેમનો મુદ્દો શું છે?.. તો તે જાણો… વર્ષ ૨૦૧૯ માં, કર્ણાટકના કોલાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે, રાહુલ ગાંધીએ મોદી સરનેમને ચોરો સાથે જાેડતી ટિપ્પણી કરી હતી. નીરવ મોદી વિશે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *