નવીદિલ્હી
દેશમાં શાકભાજી અને ફળોની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર વિપક્ષના નિશાના પર છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર દેશને બે ભાગમાં વહેંચવાનો આરોપ લગાવ્યો છે. આજે સવારે રાહુલ ગાંધી અચાનક દિલ્હીની આઝાદપુર મંડીમાં ગયા હતા અને ત્યાં ફળ અને શાકભાજીના વિક્રેતાઓને મળ્યા હતા. રાહુલ ગાંધીએ શાકભાજીના વધતા ભાવને લઈને ઘણા દુકાનદારો સાથે વાત કરી અને તેમની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. આ પહેલા રાહુલ ગાંધીએ ટિ્વટર પર શાકભાજી વેચનારનો વીડિયો શેર કરીને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શાકભાજી જેવી વસ્તુઓ પણ સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ રહી છે. અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધી રહી છે. તેમના આંસુ લૂછવા જરૂરી છે. લીલા શાકભાજીના ભાવમાં વધારોપજે જણાવીએ તો, અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ટામેટાંની કિંમતો દિવસેને દિવસે વધી રહી છે. દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ટામેટાં ૨૦૦ થી ૨૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે અને ભાવમાં કોઈ ઘટાડો થવાના કોઈ સંકેત નથી. ચંદીગઢમાં એક કિલો ટામેટાં માટે લોકોને ૩૦૦ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. અન્ય રાજ્યોની પણ આવી જ હાલત છે. માત્ર ટામેટાં જ નહીં, આદુ, ભીંડા, લીલાં મરી, કોથમીર સહિત અનેક પ્રકારના લીલા શાકભાજીના ભાવ પણ ચોમાસામાં વધી ગયા છે. ટામેટા કેમ લાલ થઈ ગયા ?પજે જણાવીએ તો, નોંધપાત્ર વાત એ છે કે આ વખતે દેશમાં ભારે વરસાદને કારણે ટામેટાના ખેતરો નાશ પામ્યા હતા. પાણી ભરાવાને કારણે પાક સડી ગયો હતો. આ સાથે સ્ટોરેજમાં રાખવામાં આવેલા ટામેટાં પણ મોટી સંખ્યામાં બગડી ગયા હતા. આ જ કારણ છે કે ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે. મોટાભાગના ખેડૂતો જુલાઈ અને ઓગસ્ટમાં ટામેટાંનું વાવેતર કરે છે. આ પછી ઓક્ટોબરથી ટામેટાના પાકનું ઉત્પાદન શરૂ થાય છે. મોટી વાત એ છે કે આ વખતે ભારે વરસાદને કારણે ટામેટાનું રોપણ પણ યોગ્ય રીતે થયું નથી. આ કારણે ટામેટાંના ભાવમાં ભડકો જાેવા મળ્યો છે.