નવીદિલ્હી
શ્રીલંકાનાં કેન્ડીમાં રમાઈ રહેલી ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદનું વિધ્ન નડ્યું હતું. પલ્લેકલમાં વરસાદ બંધ થઈ ગયો છે. કવર દૂર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, વરસાદ મેચમાં ઘણી વખત ખલેલ પહોંચાડી શકે છે. વરસાદને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં વિક્ષેપ પડ્યો હતો. પિચને આવરી લેવામાં આવી હતી. વરસાદ આવે તે પહેલા ભારતે ૪.૨ ઓવરમાં કોઈપણ નુકશાન વિના ૧૫ રન બનાવી લીધા હતા. ત્યાર પછી રોહિત ૧૧ રન બનાવીને આઉટ થઈ ગયો હતો જ્યારે શુભમન ગિલ હજુ ખાતું ખોલી શક્યો નહોતો. પણ ત્યાર પછી વરસાદ પૂરો થયો અને જેવી મેચ શરૂ થઈ એ જ ચાલુ ઓવરમાં શાહીન આફ્રિદીએ રોહિત શર્માને બોલ્ડ કર્યો હતો. આમ પાંચ ઓવર્સ પૂરી થયા પહેલા જ ભારતે પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ પાકિસ્તાન સામે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો છે. મેદાનમાં વાદળો હતા. આવી સ્થિતિમાં દરેકને આશા હતી કે ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરશે. પરંતુ રોહિતે કહ્યું હતું કે તે હવામાન વિશે વધુ વિચારતો નથી. રોહિત શર્મા અને શુભમન ગીલે ટીમ ઈન્ડિયાને થોડી ધીમી શરૂઆત અપાવી છે. બંનેએ પ્રથમ ૨ ઓવરમાં ૯ રન ઉમેર્યા હતા. આફ્રિદીએ તેની પ્રથમ ઓવરમાં ૬ રન આપ્યા હતા જ્યારે નસીમ શાહે તેની પ્રથમ અને ઇનિંગની બીજી ઓવરમાં ૩ રન આપ્યા હતા.

