Delhi

હિમાચલમાં વરસાદ, ૧૫ દિવસમાં ૪૩ લોકોના મોત, રાજ્યને ૩૫૨ કરોડનું નુકસાન થયું

નવીદિલ્હી
ચોમાસાની શરુઆત થતા જ દેશના ઘણા રાજ્યો ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે અનેક રાજ્યમાં ભારે વરસાદે પાણી ભરાયા છે. ત્યારે હિમાચલમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાય છે. આ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અલગ-અલગ ઘટનાઓમાં અનેક લોકોના મોત પણ થયા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી ૪૩ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય છેલ્લા બે સપ્તાહમાં લગભગ ૮૦ લોકો ઘાયલ થયા છે તે સાથે જ કેટલાક લોકો ગુમ હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. આ પહાડી રાજ્યમાં ૧૫૦ થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ હિમાચલમાં ભારે વરસાદ છે, સતત એક અઠવાડીયાથી પડી રહેલ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઘુંટણ સમાં પાણી ભરાયા છે. ત્યારે વરસાદની સ્થિતિને કારણે જન જીવન પણ ખોરવાયું છે. તમને જણાવી દઈએ કે ૨૪ જૂને હિમાચલમાં ચોમાસાની શરુઆત થઈ હતી. ત્યારથી અહીં વરસાદ ચાલી રહ્યો છે. જે અલગ-અલગ ઘટનાઓ જેવીકે અકસ્માત, ડૂબવું, આગ લાગવી, સાપ કરડવાથી, વીજ કરંટ લાગવાના કારણે અનેક લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ૧૭ લોકોના મોત થયા છે. ઊંચાઈ પરથી પડી જવાથી આઠ લોકોના મૃત્યુ પામ્યા હતા જ્યારે સાત લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. ગુરુવાર રાતથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ૯ જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે શુક્રવારે શિમલા-ચંદીગઢનો ટ્રાફિક થોડો સમય પ્રભાવિત થયો હતો. ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ૧૬૦ થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. હિમાચલની સાથે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી એકથી બે દિવસમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. કેરળમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદને કારણે ૮ લોકોના મોત થયા છે. દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. જેમાં એક મહિલાનું મોત થયું હતું.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *