Delhi

RBIએ આ ૫ બેકો પર લગાવ્યો પ્રતિબંધ?!..

નવીદિલ્હી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને લઈને મોટો ર્નિણય કર્યો છે. જાે તમારું પણ બેંકમાં એકાઉન્ટ છે તો આ ખબર તમારા માટે મહત્વપૂર્ણ છે. આરબીઆઈએ ૫ બેંકોના વિરુદ્ધ કડક પગલા લીધા છે. હવે આ ૫ બેંકોના ગ્રાહકો રૂપિયા નીકાળી શકશે નહિ. તેની સાથે જ ઘણા અન્ય પ્રકારના પ્રતિબંધ પણ આ બેંકો પર લગાવવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, આ બેંકોની ખરાબ થતી આર્થિક સ્થિતિને જાેતા આઈબીઆઈએ આ બેંકો પર પ્રતિબંધ લગાવ્યો છે. આરબીઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, આ બેંકો પર આગામી ૬ મહિના સુધી પ્રતિબંધ રહેશે, એટલે કે આગામી ૬ મહિના સુધી બેંકના ગ્રાહકો રૂપિયા નહિ નીકાળી શકે. તેની સાથે જ આ બેંક આરબીઆઈની પરમિશન વગર ન તો લોન સ્વીકૃત કરી શકે છે અને નતો કોઈ પણ પ્રકારનું રોકાણ કરી શકે છે. જાણકારી અનુસાર, આ બેંકોની પાસે હવે કોઈ પણ પ્રકારની લોન આપવાનો અધિકાર નથી. તેની સાથે જ કોઈ પણ પ્રકારની સંપત્તિ કે ટ્રાન્ઝેક્શન કે અન્ય કોઈ ઉપયોગ નહિ કરી શકે. કઈ બેંકો પર લગાવ્યો પ્રતિબંધ?.. જાણી લો.. આરબીઆઈના પ્રમાણે, એચસીબીએલ સહકારી બેંક, લખનઉ, આદર્શ મહિલા નગરી સહકારી બેંક મર્યાદિત, ઓરંગાબાદ (મહારાષ્ટ્ર) અને શિમશા સહકાર બેંક નિયમિત, મદ્ધુર, માંડ્યા (કર્ણાટક)ની વર્તમાન નાણાકીય સ્થિતિના કારણે આ બેંકોની ગ્રાહકો તેમના ખાતામાંથી રૂપિયા નીકાળી શકસે નહિ. જાણકારી અનુસાર, ઉર્વાકોંડા સહકારી નગર બેંક, ઉર્વાકોંડા (અનંતપુર જિલ્લો, આંધ્રપ્રદેશ) અને શંકરરાવ મોહિતે પાટીલ સહકારી બેંક, ના ગ્રાહકો ૫,૦૦૦ રૂપિયા સુધી નીકાળી શકે છે. આરબાઆઈએ કહ્યું કે, પાંચ સહકારી બેંકોના પાત્ર જમાકર્તા જમા વીમો અને ક્રેડિટની ગેરન્ટી નિગમથી પાંચ લાખ રૂપિયા સુધી જમા વીમા દાવા રાશિ પ્રાપ્ત કરવાના હકદાર હશે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *