નવીદિલ્હી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૈંઁન્ની ૬૦મી મેચમાં રાજસ્થાન રોયલ્સને ૧૧૨ રને હરાવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. ઇઝ્રમ્ દ્વારા આપવામાં આવેલા ૧૭૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ ૧૦.૩ ઓવરમાં ૫૯ રનમાં સમેટાઈ ગઈ હતી. ૈંઁન્ના ઈતિહાસમાં આ ત્રીજાે સૌથી ઓછો સ્કોર છે. કેપ્ટન ફાફ ડુપ્લેસી અને ગ્લેન મેક્સવેલની અડધી સદી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્)એ વેઈન પાર્નેલની આગેવાની હેઠળના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે રાજસ્થાન રોયલ્સને એકતરફી મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ઇઝ્રમ્ ૧૨ મેચમાં ૧૨ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. રોયલ્સ પણ ૧૨ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે પરંતુ તેણે ૧૩ મેચ રમી છે. ઇઝ્રમ્ના ૧૭૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ટીમ પાર્નેલ (૧૦/૩), માઈકલ બ્રેસવેલ (૧૬/૨) અને કર્ણ શર્મા (૧૯/૨)ની શાનદાર બોલિંગ સામે ૧૦.૩માં માત્ર ૫૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રોયલ્સ તરફથી શિમરોન હેટમાયર (૧૯ બોલમાં ૩૫) સૌથી વધુ સ્કોરર હતો. તેમના સિવાય માત્ર જાે રૂટ (૧૦) જ ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો હતો. આ રોયલ્સનો બીજાે સૌથી ઓછો સ્કોર છે. અગાઉ ૨૦૦૯માં આરસીબી સામે ટીમ ૫૮ રને સમેટાઈ ગઈ હતી. ઇઝ્રમ્એ ફાફ ડુપ્લેસી (૫૫) સાથે વિરાટ કોહલી (૧૮) સાથે પ્રથમ વિકેટ માટે ૫૦ અને મેક્સવેલ (૫૪) સાથે બીજી વિકેટ માટે ૬૯ રનની ભાગીદારી સાથે પાંચ વિકેટે ૧૭૧ રન બનાવ્યા હતા. અનુજ રાવતે (૧૧ બોલમાં ૨૯ રન, ત્રણ ચોગ્ગા, બે છગ્ગા) આખરે ધમાકેદાર ઇનિંગ રમીને ટીમના સ્કોરને ૧૭૦ રનની પાર પહોંચાડી દીધો હતો. રોયલ્સ તરફથી એડમ જમ્પાએ ૨૫ જ્યારે કેએમ આસિફે ૪૨ રનમાં બે વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રોયલ્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમ પાવર પ્લેમાં પાંચ વિકેટે ૨૮ રન જ બનાવી શકી હતી અને તેમાંથી ક્યારેય બહાર આવી શકી નહોતી. મોહમ્મદ સિરાજે સારા ફોર્મમાં ચાલી રહેલા યશસ્વી જયસ્વાલ (૦૦)ને ઇનિંગ્સના બીજા બોલ પર મિડ-ઓફ પર કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પાર્નેલે આગલી ઓવરમાં જાેસ બટલર (૦૦) અને કેપ્ટન સંજુ સેમસન (૦૪)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. બટલરે કવર પોઈન્ટ પર સિરાજને કેચ આપ્યો જ્યારે સેમસનને વિકેટકીપર રાવતના હાથે કેચ થયો.


