નવીદિલ્હી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ એલપીજી ગ્રાહકો એટલે કે ૩૩ કરોડ કનેક્શન માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવાનો ર્નિણય લીધો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે રક્ષાબંધનનો તહેવાર આપણા પરિવારમાં ખુશીઓ વધારવાનો દિવસ છે.
પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને તેમના ખાતામાં ?૨૦૦/સિલિન્ડરની સબસિડી મળવાનું ચાલુ રહેશે. સરકારે ૭૫ લાખ વધારાના ઁસ્ ઉજ્જવલા કનેક્શનને પણ મંજૂરી આપી છે, જે કુલ ઁસ્ેંરૂ લાભાર્થીઓને ૧૦.૩૫ કરોડ સુધી લઈ જશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીના એક્સ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યુ.

