Delhi

ર્નિમલા સીતારમણે વીમા કંપનીઓને ક્લેમનું ફટાફટ નિકાલ કરવા કહ્યું

નવીદિલ્હી
અરબ સાગરમાંથી ઉઠી રહેલા ચક્રવાતી તોફાન બિપોરજાેયને લઈને સરકાર દરેક મોર્ચે તૈયારી કરી રહી છે. ગુજરાત તટ તરફથી આગળ વધી રહેલા અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન આજે કચ્છના જખૌ બંદર નજીક ટકરાશે. તેને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જાે કે, તેમ છતાં પણ જાનમાલના નુકસાનનો ખતરો રહેલો છે. આ દરમ્યાન કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે બુધવારે જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓનેના મેનેજમેન્ટ સાથે તોફાનને લઈને એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં વીમા કંપનીઓને ક્લેમનું ફટાફટ નિકાલ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો વળી ચક્રવાતથી પ્રભાવિત ક્ષેત્રોમાં કર્મચારીઓની સુરક્ષાને લઈને બેન્કોને પાક્કી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. તોફાનની ચેતવણી જાહેર થયા બાદ સામાન્ય લોકો અને માછીમારોને સુરક્ષિત સ્થાન તરફ મોકલી દેવામાં આવ્યા છે. તેમ છતાં પણ તટ પર રહેલી હોડી, ખેતરમાં ઊભો પાક અને ઢોર તતા અન્ય પશુધનને નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરાઈ છે. નાણા મંત્રાલયે ટિ્‌વટ કર્યું છે કે, નાણા મંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, જીવન, મત્સ્ય પાલન, પશુધન, પાક, હોડી અને સંપત્તિના નુકસાનને સામે આવતા ક્લેમનું ફટાફટ નિવારણ લાવવું જાેઈએ. બેઠક દરમ્યાન ર્નિમલા સીતારમણે કહ્યું કે, તમામ આપદા નિયમોનું પાલન કરવાની સાથે સાથે કર્મચારીઓને તેના વિશે જાગૃત કરવા જાેઈએ. બેન્કો અને વીમા કંપનીઓએ એ નક્કી કરવું જાેઈએ કો, બિપોરજાેય ચક્રવાત દરમ્યાન કર્મચારીઓની યોગ્ય દેખરેખ, ભોજન અને દવા મળે. બેઠકમાં બેન્કો અને વીમા કંપનીઓના એમડીએ બિપોરજાેય ચક્રવાતને ધ્યાને રાખી સાવધાનીના ઉપાયો વિશે વિસ્તૃત જાણકારી આપવી જાેઈએ.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *