Delhi

RSSના સહ સરકાર્યવાહક ૧૦-૨૦ લાખ ટન ઘઉં પાકિસ્તાન મોકલવાની માંગ કરી

નવીદિલ્હી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સહ સરકાર્યવાહક કૃષ્ણ ગોપાલે માગ કરી છે કે, ભારતને પાકિસ્તાનમાં ૧૦-૨૦ લાખ ટન ઘઉ મોકલી દેવા જાેઈએ. પાકિસ્તાનમાં ૨૫૦ રૂપિયે કિલો લોટ વેચતા અને આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા દુશ્મન દેશને મદદ કરવાની વાત દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કરી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં રહેતા લોકો ભલે આપણને ગાળો આપતા હોય, પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે, તે પણ સુખી થાય. સંઘ સહ સરકાર્યવાહે અતીતમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની લડાઈને પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં લોટ ૨૫૦ રૂપિયે કિલો વેચાય છે. અમને આ જાેઈને દુઃખ થાય છે. તે પણ આપણા જ દેશના લોકો છે અને ત્યાં ૨૫૦ રૂપિયામાં લોટ વેચાઈ રહ્યો છે. આપણે મોકલી શકીએ છીએ, ભારત ૨૫-૫૦ લાખ ટન ઘઉ આપી શકે છે, પણ તેઓ માગતા જ નથી. તેમણે આગળ કહ્યુ કે, ભારત પાસે સરપ્લસ ઘઉ છે, તેને આપી શકીએ. ત્યા રહેતા લોકો ૭૦ વર્ષ પહેલા આપણી સાથે જ હતા. આ દૂર જવાનો શું લાભ છે. જાે કે, ચાર પાંચ વાર પાકિસ્તાન યુદ્ધ કરાવી ચુક્યું છે. પછી તે ૧૯૪૮ હોય, ૧૯૬૫, ૧૯૭૧ હોય કે કારગિલ યુદ્ધ. તેમ છતાં પણ ભારતના લોકોની અંદર એ વાત આવી હશે કે, ત્યાં ૨૫૦ રૂપિયે કિલો લોટ થઈ ગયો છે. તેમને ઘઉં આપી દો. ૧૦-૨૦ લાખ ટન ઘઉં મોકલાવી દો. કાર્યક્રમમાં તેમણે આગળ કહ્યું કે, અમે સર્વે ભવન્તુ સુખિનઃમાં વિશ્વાસ કરીએ છીએ. તમામે ખુશ રહેવુ જાેઈએ. દુનિયામાં ઘણી બધી અસહિષ્ણુતા છે. લગભગ એક મહિના પહેલા પાકિસ્તાનની એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો અને સો લોકોના મોત થઈ ગયા. આ નવાઈ લાગે તેવી વાત છે કે, જેણે માર્યા અને જે મર્યા તે તમામ કુરાનના અનુયાયી હતી. લડાઈ શાના વિશે હતી. અફઘાનિસ્તાન અને સીરિયાની લડાઈ લઈ લો. આખી દુનિયા અસહિષ્ણુ થઈ ગઈ છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *