નવીદિલ્હી
આજકાલ ટામેટાંથી લઈને ડુંગળી અને કઠોળથી લઈને અનાજ સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે. ખાધપદાથેર્ાની વધતી કિંમતોને કારણે મેટ્રો શહેરોમાં પરિવારને ખવડાવવું મોંઘુ થઈ ગયું છે. એક વિશ્લેષણ રિપોર્ટમાં આ વાતની પુષ્ટ્રિ કરવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે નોન-મેટ્રો શહેરોની તુલનામાં મોટા અને મેટ્રો શહેરોમાં પરિવારનું ભરણપોષણ કરવું વધુ મુશ્કેલ બન્યું છે. આ વિશ્લેષણ જુલાઈ ૨૦૨૨અને જુલાઈ ૨૦૨૩ વચ્ચે શહેરી અને બિન-શહેરી વિસ્તારોને ધ્યાનમાં રાખીને આવશ્યક ખાધ પદાથેર્ા માટે તૈયાર કરવામાં આવેલા બિલ પર આધારિત છે. તેમાં એક પરિવારમાં બે પુખ્ત વયના લોકો અને બે બાળકો દ્રારા સામાન્ય રીતે ખાવામાં આવતી ખાધ વસ્તુઓનો ડેટા શામેલ છે. એવું જાણવા મળ્યું કે મોટા શહેરોમાં પરિવારનું ભરણપોષણ કરવું વધુ પડકારજનક છે. રાષ્ટ્ર્રીય સ્તરે, છેલ્લા વષેર્ામાં ખાધ ફુગાવાનો દર ૧૨.૪૫% હતો. યારે દિલ્હી અને ચેન્નાઈમાં આ દર ૧૮% યારે મુંબઈમાં આ દર સૌથી વધુ ૨૧% નોંધાયો હતો. આ સંદર્ભમાં નિષ્ણાતોનું કહેવું છે કે મોટા શહેરોમાં ખાધપદાથેર્ાની મોંઘવારી વધવાનું કારણ પસંદગીના ઉત્પાદનોના સપ્લાયમાં સમસ્યા હોઈ શકે છે. મેટ્રો શહેરોમાં લોજિસ્ટિકસ ખર્ચ મોંઘો છે, સાથે જ અહીં રહેતા સેલરનું માર્જિન પણ વધારે છે. આ તમામ ખર્ચની કિંમત વેપારી ગ્રાહક પાસેથી વસૂલ કરે છે. ખાધપદાથેર્ાની કિંમતો વધુ હોવાથી લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. તેઓ તેમની આદતો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ટામેટાંના ભાવ વધારાને કારણે લોકો ખૂબ જ પરેશાન હતા. જુલાઈમાં, ટામેટાં બીજા નંબરની સૌથી મોંઘી ખાધ સામગ્રી હતી જે દરેક ભારતીય સામાન્ય રીતે ખરીદે છે. વર્ષ ૨૦૨૨માં યાં એક કિલો ટમેટાની સરેરાશ કિંમત ૩૬પિયા હતી, ત્યાં વર્ષ ૨૦૨૩માં તેની કિંમત વધીને ૧૨૭પિયા પ્રતિ કિલોથી વધુ થઈ ગઈ છે. જેમાં લગભગ ૨૪૮%નો વધારો જાેવા મળ્યો હતો. આ સિવાય ચોખા અને ઘઉં ત્રીજા અને ચોથા એવા ખાધ પદાથેર્ા રહ્યા જે જુલાઈ ૨૦૨૩માં સૌથી મોંઘા હતા. જાે કે, દરમિયાન, આ વર્ષે તમામ મુખ્ય ખાધતેલોમાં ઘટાડો જાેવા મળ્યો હતો.
