Delhi

સલમાનને દબંગ ૪ની સ્ક્રિપ્ટ પસંદ ન આવી

નવીદિલ્હી
સલમાન ખાનની દબંગ ફ્રે્‌ન્ચાઈઝીની ચોથી ફિલ્મ પર હાલ પૂરતી બ્રેક વાગી છે. તિગ્માંશુ ધુલિયાને સ્ક્રિપ્ટ અને ડાયરેક્શનની જવાબદારી સોંપવાનું અગાઉ નક્કી થયું હતું. સ્ક્રિપ્ટ લખાઈ ગયા બાદ સલમાનને બતાવવામાં આવી હતી. જાે કે સલમાનને આ સ્ક્રિપ્ટ પસંદ આવી ન હતી, જેથી તેને નવેસરથી લખવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સોર્સીસના જણાવ્યા મુજબ, તિગ્માંશુએ આપેલી સ્ક્રિપ્ટ સલમાનને ગમી નથી. અગાઉ સલમાનની ઈચ્છા તિગ્માંશુને રાઈટર અને ડાયરેક્ટર તરીકેની બેવડી જવાબદારી સોંપવાની હતી. તિગ્માંશુએ મહિનાઓની મહેનત બાદ સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. જાે કે સ્ક્રિપ્ટ વાંચીને સલમાન ખાન ખુશ થયા ન હતા. તિગ્માંશુને ફરીથી સ્ક્રિપ્ટ લખવા કહેવાયું છે કે અન્ય કોઈ રાઈટર પાસે સ્ક્રિપ્ટ બનાવાશે તે હજુ નક્કી નથી. તિગ્માંશુ પાસેથી દબંગ ૪ના ડાયરેક્શનની જવાબદારી પરત લેવાય તેવી શક્યતા પણ છે. દબંગ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ અભિનવ કશ્યપે ડાયરેક્ટ કરી હતી. ત્યારબાદ કશ્યપ અને સલમાન ખાન વચ્ચે મતભેદ ઊભા થતાં અરબાઝ ખાને બીજી ફિલ્મનું પ્રોડક્શન કર્યું હતું. દબંગ ૩ માટે સલમાને પોતાના જૂના સાથી પ્રભુ દેવા સાથે હાથ મિલાવ્યા હતા. દબંગની ત્રણેય ફિલ્મમાં અલગ-અલગ ડાયરેક્ટર રહ્યા છે. જ્યારે દબંગ ૪ના કિસ્સામાં પ્રી-પ્રોડક્શન શરૂ થતાં પહેલા જ ડાયરેક્ટર બદલાય તેવી શક્યતા છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *