નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની હારને ભૂલીને આગામી મિશન માટે તૈયારી કરશે. ભારત વિદેશી ધરતી પર અત્યંત ખતરનાક ગણાતી વિસ્ફોટક ટીમ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે. ભારતીય ટીમના પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ સામે આવી ગયું છે. ભારત આ પ્રવાસમાં ૨ ટેસ્ટ, ૩ ર્ંડ્ઢૈં અને ૫ ્૨૦ મેચ રમશે. ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ હાલ કોઇ મેચ રમવાની નથી. લગભગ એક મહિના સુધી આરામ કર્યા બાદ ટીમે તેના આગામી મિશન માટે રવાના થવાની છે. ભારતીય ટીમની યજમાની કરી રહેલા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું છે. ભારતીય ટીમ આવતા મહિનાની ૧૨ તારીખથી એક નવું મિશન શરૂ કરવાની છે. ટીમ વેસ્ટ ઈન્ડિઝ સાથે તેમના ઘરે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ પછી, તે ર્ંડ્ઢૈં રમશે અને પછી ્૨૦ શ્રેણી સાથે પ્રવાસનો અંત કરશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની શરૂઆત ૧૨ જુલાઈએ બે મેચની ટેસ્ટ શ્રેણીથી થશે. પ્રથમ મેચ વિન્ડસર પાર્કમાં ૧૨ થી ૧૬ જુલાઈ દરમિયાન રમાશે. બીજી ટેસ્ટ મેચ ૨૦ થી ૨૪ જુલાઈ દરમિયાન ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. આ પછી, ભારતીય ટીમે ૨૭ જુલાઈથી ૩ વનડે મેચોની શ્રેણી શરૂ કરવાની છે. બીજી વનડે ૨૯ જુલાઈએ રમાશે. પ્રથમ બે વનડે કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે. ત્રીજી અને છેલ્લી ર્ંડ્ઢૈં ૦૧ ઓગસ્ટે રમાશે. ૩ ઓગસ્ટથી ૫ મેચોની ્૨૦ સિરીઝ શરૂ થશે. બીજી વનડે ૬ ઓગસ્ટે રમાશે. ત્રીજી અને ચોથી ટી૨૦ મેચ ૮ અને ૧૨ ઓગસ્ટે રમાશે. આ પ્રવાસ ૧૨ ઓગસ્ટે છેલ્લી ્૨૦ સાથે સમાપ્ત થશે.


