Delhi

વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડકપમાંથી બહાર, સ્કોટલેન્ડે બે વાર ચેમ્પિયન વેસ્ટ ઈન્ડીઝને ૭ વિકેટથી હરાવ્યું

નવીદિલ્હી
ક્રિકેટમાં ક્યારે શું થઈ જાય તેનું નક્કી નથી હોતું, એક સમયે દુનિયાની ક્રિકેટ ટીમોને હંફાવનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમને હવે એન્ટ્રી મેળવવા માટે પણ ફાંફા પડી રહ્યા છે. ક્રિકેટ પ્રેમીઓને આશ્ચર્ય થશે કે સતત ત્રણ વર્લ્ડકપ ફાઈનલ રમનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વખતે વર્લ્ડકપમાં રમી શકશે નહીં. સ્કોટલેન્ડે ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી વર્લ્ડકપ ક્વોલિફાયરના સુપર-૬ રાઉન્ડની એક મેચમાં બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલી વેસ્ટ ઈન્ડિઝને ૭ વિકેટથી હરાવી દીધી છે. આ હાર સામાન્ય નથી. આ કારણે વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડકપમાં ક્વોલિફાયરની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ક્વોલિફાઈ કરી શકે છે અને હવે વેસ્ટ ઈન્ડિઝ ફાઈનલમાં નહીં પહોંચી શકે, તે ક્વોલિફાયર રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ વગર વર્લ્ડકપ રમાવાનો છે. લિમિટેડ ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના પરફોર્મન્સમાં ૨૦૧૯થી ઘટાડો શરુ થઈ ગયો છે. એ વર્ષે પણ વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝે ક્વોલિફાયર રાઉન્ડ રમીને એન્ટ્રી કરી હતી. આ સમયે વેસ્ટ ઈન્ડિઝ વરસાદના કારણે બચી ગયું હતું અને કેરેબિયનની ટીમ સ્કોટલેન્ડને હરાવીને આગળ આવી હતી. પરંતુ જાે વરસાદ ના થયો હોત તો એ વખતે પણ વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડકપથી વંચિત રહેવું પડ્યું હોત. ૫ વર્ષ પછી સ્કોટલેન્ડની ટીમ ચમકી અને ૨૦૧૮માં વેસ્ટ ઈન્ડિઝ તરફથી જે દર્દ મળ્યું હતું તેનો બદલો લેવાનો મોકો મળ્યો છે. એ સમયે સ્કોટલેન્ડના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો, પરંતુ આ વખતે તો ટીમ કમાલ કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝે ૨૦૧૮માં વર્લ્ડકપ ક્વોલિફાયર મેચમાં સ્કોટલેન્ડ સામે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરીને ૪૮.૪ ઓરમાં માત્ર ૧૯૮ રન બનાવ્યા હતા. ક્રિસ ગેલ તે સમયે નહોતો રમી શક્યો. શાઈ હોપ પણ શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. ૧૯૯ રનનો પીછો કરીને સ્કોટલેન્ડે ૫ વિકેટના નુકસાન પર ૧૨૫ રન બનાવી લીધા હતા. ત્યારે વરસાદ શરુ થયો અને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે સ્કોટલેન્ડે ૩૫.૨ ઓવરમાં ૧૩૦નો ટાર્ગેટ મળ્યો હતો. એટલે સ્કોટલેન્ડ જીતથી માત્ર ૫ રન દૂર હતું પરંતુ આ પછી એક પણ બોલ ફેંકાઈ શક્યો નહીં અને સ્કોટલેન્ડને આગળ વધવા મળ્યું નહોતું. આ રીતે સ્કોટલેન્ડના અરમાનો પર પાણી ફરી ગયું અને વેસ્ટ ઈન્ડિઝે ૨૦૧૯ના વર્લ્ડકપ માટે ક્વોલિફાયર કરી લીધું હતું. આ મેચ વરસાદના કારણે રોકાઈ તે પહેલા સ્કોટલેન્ડના બેટ્‌સમેન રિચી બોરિંગ્ટનને કેરેબિયન બોલર એશ્લે નર્સના લેટ સ્ટમ્પ લાઈનથી બહાર જતા બોલ પર વિવાદિત રીતે ન્મ્ઉ આપવામાં આવ્યો હતો. જાે આમ ના થયું હોત તો લગભગ પરિણામ સ્કોટલેન્ડના પલડામાં આવ્યું હોત, પરંતુ ૫ વર્ષ પછી ૨૦૨૩માં સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝના હાથે મળેલી હારનો હિસાબ ચૂકતે કર્યો છે અને ૨૦૨૩નો વર્લ્ડકરમાં વેસ્ટ ઈન્ડિઝ વગર જ યોજાશે.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *