Delhi

સીમા હૈદરે તેના પ્રેમી સચિનનું ઘર છોડી દીધું

દિલ્હી
પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર હાલમાં ચર્ચામાં છે અને તેના વિશે દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે સચિન સાથે ગ્રેટર નોઈડામાં રહેતી સીમા હૈદર તેનાથી દૂર થઈ ગઈ છે. સીમા હૈદરે તેના પ્રેમી સચિનનું ઘર છોડી દીધું છે. તે હવે સચિનનું ઘર છોડીને ગામમાં બીજા ઘરમાં રહે છે. આ ઘર બીજા કોઈનું નથી પરંતુ સચિનના જાણીતા વ્યક્તિનું છે. સીમાએ પોતાની જાતને સચિન તેમજ તેના સસરા અને પરિવારના સભ્યોથી દૂર કર્યા છે. મીડિયા અને લોકોની ભીડને કારણે સીમા હૈદર સચિનના ઘરથી દૂર ચાલી ગઈ છે. કારણ કે સચિનના ઘરે લોકો સીમા હૈદર સાથે ફોટો લેવા માટે ભેગા થતા હતા. આ બાબતને લઈને સીમા સહિત પરિવારના બાકીના લોકો ચિંતિત હતા. હવે જ્યારે સીમા હૈદર સચિનના ઘરથી દૂર છે ત્યારે લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. કારણ કે લોકો સચિનના ઘરે સીમા હૈદરને મળવા જઈ રહ્યા છે, પરંતુ તેઓને ત્યા સીમા મળી નથી રહી. સીમા હૈદરની ેંઁ છ્‌જી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. સીમા હૈદર વિઝા અને પાસપોર્ટ વગર જ નેપાળ થઈને ભારત આવી હતી. આ અંગે સીમા હૈદર પર અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. કેટલાક લોકો કહી રહ્યા હતા કે સીમા હૈદર પાકિસ્તાનની જાસૂસ છે. આ કારણે ેંઁ છ્‌જીએ સીમા હૈદરની અનેક વખત પૂછપરછ કરી છે. જાેકે, યુપી એટીએસની પૂછપરછ દરમિયાન સીમા હૈદર જાસૂસ હોવા સાથે કોઈ કનેક્શન સામે આવ્યું નથી.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *