નવીદિલ્હી
બુધવારની તેજીને આગળ વધારતા ભારતીય શેરબજારમાં આજે ગુરુવાર તારીખ ૨૭ જુલાઈ ૨૦૨૩ ના કારોબારની શરૂઆત સારી સ્થિતિમાં નજરે પડી રહી છે. આજે વૈશ્વિક સંકેત પણ સારા મળ્યા હતા. સેન્સેક્સ(જીીહજીટ) ૦.૧૯% અને નિફટી(દ્ગૈકંઅ) ૦.૩૭% તેજી સાથે ખુલ્યો છે. ભારતીય શેરબજારના રોકાણકારો માટે ગઈકાલે બુધવારનું ટ્રેડિંગ સત્ર ખૂબ જ શાનદાર રહ્યું છે. બેન્ક સેક્ટર ના શેરોમાં ખરીદીના કારણે બજાર સારું રહ્યું હતું.બુધવારની તેજીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો પણ અગત્યનો ફાળો નોંધવામાં આવ્યો હતો . ૨૬ જુલાઈ ૨૦૨૩ ના કારોબારના અંતે શેરબજારમાં સેન્સેક્સ ૩૫૧ પોઈન્ટના વધારા સાથે ૬૬,૭૦૭ પોઈન્ટ પર બંધ રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૯૮ પોઈન્ટના વધારા સાથે ૧૯,૭૭૮ પોઈન્ટ પર કારોબાર પૂર્ણ કર્યો હતો.
