નવીદિલ્હી
સરફરાઝ ખાન છેલ્લા ઘણા સીઝનથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રન બનાવી રહ્યો છે. બાંગ્લાદેશ પ્રવાસ અને ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સ્થાન ન મળ્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર તેને ટેસ્ટ ટીમમાં ચોક્કસપણે તક આપવામાં આવશે, પરંતુ ભારતીય પસંદગીકારોએ આ આશાસ્પદ ક્રિકેટરને ફરીથી નજરઅંદાજ કર્યો છે. બીસીસીઆઈના પસંદગીકારોના આ વલણથી નારાજ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તેમને સવાલ પૂછ્યો છે કે હવે તે ખેલાડીની પસંદગી માટે શું કરવું પડશે. ગાવસ્કરે ‘સ્પોર્ટ્સ ટુડે’ને કહ્યું, ‘સરફરાઝ ખાન છેલ્લી ત્રણ સિઝનમાં લગભગ ૧૦૦ની એવરેજથી રન બનાવી રહ્યો છે. તેને ટીમમાં સામેલ કરવા માટે શું કરવું પડશે? તેને પ્લેઈંગ ઈલેવનમાં ભલે સ્થાન ન મળે પરંતુ તેની ટીમમાં પસંદગી થવી જાેઈતી હતી. સરફરાઝ ખાને ૨૦૨૨-૨૩ રણજી ટ્રોફીમાં ત્રણ સદીની મદદથી છ મેચમાં ૯૨.૬૬ની સરેરાશથી ૫૫૬ રન બનાવ્યા હતા. ૨૫ વર્ષીય જમણા હાથના બેટ્સમેને ૨૦૨૧-૨૨ની રણજી સિઝનમાં ૧૨૨.૭૫ની એવરેજથી ૯૮૨ રન બનાવ્યા હતા. જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે. ગાવસ્કરે ચેતેશ્વર પુજારાને ‘બલિનો બકરો’ બનાવવા અને આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમમાંથી સ્થાનિક રન બનાવનાર સરફરાઝ ખાનને અવગણવા બદલ રાષ્ટ્રીય પસંદગીકારોની ટીકા કરી છે. સુનીલ ગાવસ્કરના મતે ‘તેમને એવું લાગવું જાેઈએ કે તેના પ્રદર્શનની પ્રશંસા થઈ રહી છે. જાે એવું ન હોય તો રણજી ટ્રોફી રમવાનું બંધ કરે. જાે તમે ૈંઁન્માં સારું રમીને ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી લો તો રણજી ટ્રોફીનો કોઈ ફાયદો નથી.
