Delhi

T-20જેવુ રમી ગયા ઓસ્ટ્રેલિયન ઓપનર્સ, માત્ર ૧૧ ઓવરમાં જીત્યા, ભારતનો વન-ડેમાં પરાજય

નવીદિલ્હી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩ મેચની ર્ંડ્ઢૈં શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલી વન ડે માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. અને બીજી મેચમાં ભારતનો શરમજનક પરાજય થયો હતો. ભારતનો આ સૌથી મોટો પરાજય હતો. ઓસ્ટ્રેલિયા માત્ર ૧૧ ઓવરમાં જ મેચ જીતી ગયુ હતુ. ઉપરાંત ભારતે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં તેનો સૌથી નાનો સ્કોર નોંધાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ભારતીય ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર રહી હતી. ભારતની બેટિંગ તદ્દન કંગાળ રહી હતી. વિરાટ કોહલી સિવાય એક પણ બેટર ૩૦ નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર હેડ અને માર્શ જ મેચ પતાવીને આવી ગયા હતા. ઓસ્ટ્રેલિયન ઓપનર્સ જ્યાં એકલા આખી મેચ પતાવી ગયા એ જ પિચ પર ભારતીય બેટ્‌સમેનો ચાલ્યા નહોતા. તેમણે વિકેટ ફેંકી દીધી હતી અને ૧૦૦ ઉપર તો સ્કોરને માંડ માંડ પહોંચાડ્યો હતો. માટે ભારતીય બેટ્‌સમેનો પાસે કોઈ બચાવ બાકી રહ્યો જ નથી. મિશેલ સ્ટાર્ક સામે બેટ્‌સમેનોએ ઘૂંટણિયા ટેકવી દીધા હતા. સૂર્યકુમાર યાદવ ફરીથી શૂન્ય પર આઉટ થયો હતો. ભારતે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં તેનો સૌથી નાનો સ્કોર નોંધાવ્યો હતો. ઘરઆંગણે ભારતનો સૌથી નાનો સ્કોર શ્રીલંકા સામે નોંધાયેલો છે. મોહાલીમાં ૨૦૧૭માં ભારતે ૧૧૨ રન નોંધાવ્યા હતા. કાંગારૂ ટીમનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ભારતીય ટીમને શરૂઆતમાં જ ૪ આંચકા આપ્યા હતા. ભારતે ૪૯ રનના સ્કોર પર ૫ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર પછી અક્ષર પટેલ સિવાય એક પણ બેટ્‌સમેન ચાલ્યો નહોતો. અને સામે છેડે વિકેટો પડતી જ રહી હતી. આખરે આખી ભારતીય ટીમ માત્ર ૧૧૭ રનમાં સમેટાઈ ગઈ હતી. મિચેલ સ્ટાર્કે ૫ વિકેટ લઈને ભારતીય બેટિંગની કમર તોડી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *