નવીદિલ્હી
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકા વચ્ચે આઈસીસી વુમન ટી૨૦ વર્લ્ડકપ ફાઈનલ ઃ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ૈંઝ્રઝ્ર મહિલા ્૨૦ વર્લ્ડ કપ ટ્રોફી ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ બેથ મૂનીની ફિફ્ટીને કારણે ૬ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા. તો દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર ૧૩૭ રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે આ જીત સાથે છઠ્ઠી વખત ૈંઝ્રઝ્ર મહિલા ્૨૦ વર્લ્ડ કપ પણ જીત્યો છે. દક્ષિણ આફ્રિકાએ ટાર્ગેટ પૂરો કરવા એક બેટ્સમેને ઓસ્ટ્રેલિયન બોલરોને બાઉન્ડ્રી ક્રોસ કરવાની ફરજ પાડી હતી. ઇનિંગની શરૂઆત કરનાર લૌરા વોલ્વાર્ડે ૪૮ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી ૬૧ રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાને અંતિમ સમયે વિકેટ મળી અને તે અડધી સદી ફટકારીને આઉટ થઈ ગઈ. તેના આઉટ થતાં જ ટીમની આશાઓ પણ ખતમ થઈ ગઈ. એક પછી એક વિકેટો પડતી રહી અને લક્ષ્ય મુશ્કેલ બન્યું. ઓસ્ટ્રેલિયા માટે ઓપનર બેથ મૂનીએ ફાઇનલમાં જબરદસ્ત ઇનિંગ રમી હતી. તેણે ૫૩ બોલમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૭૪ રન બનાવ્યા હતા. ગાર્ડનરે ૨૯ જ્યારે એલિસા હીલીએ ૧૮ રન બનાવ્યા હતા. કેપ્ટન મેગ લેનિંગ માત્ર ૧૦ રનનું યોગદાન આપી શકી હતી. મૂનીની શાનદાર ઇનિંગ્સના કારણે ટીમે દક્ષિણ આફ્રિકા સામે ૬ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા. વર્ષ ૨૦૦૯માં ઈંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને પ્રથમ વખત મહિલા ્૨૦ વર્લ્ડ કપનું ટાઈટલ કબજે કર્યું હતું. ૨૦૧૦માં ફરી ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં હતી અને આ વખતે તેને ઓસ્ટ્રેલિયાએ હાર આપી હતી. પ્રથમ વખત ટાઇટલ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૨ અને ૨૦૧૪માં બે વખત ઇંગ્લેન્ડની ટીમને હરાવીને વર્લ્ડ કપની હેટ્રિકની ઉજવણી કરી હતી. ૨૦૧૬માં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને સતત ચોથું ટાઈટલ જીતતા અટકાવ્યું હતું. આ હાર પછી ટીમે ફરી એકવાર વાપસી કરી અને પહેલા ૨૦૧૮ અને પછી ૨૦૨૦માં મહિલા ્૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો અને ૫ વખત તેને કબજે કરનારી ટીમ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
