Delhi

૨૬ વિપક્ષી દળોએ ગઠબંધનનું નામ INDIA રાખ્યું

દિલ્હી
વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દ્ગડ્ઢછ નો સામનો વિરોધ પક્ષના મહાગઠબંધન ૈંદ્ગડ્ઢૈંછ (ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્ક્‌લુઝિવ એલાયન્સ) સાથે થશે. ભાજપને સત્તા પરથી હટાવવા માટે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં વિપક્ષી દળોની બે દિવસ બેઠક યોજાઈ હતી, જે આજે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં મહાગઠબંધનના નામ પર મહોર મારવામાં આવી હતી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે મહાગઠબંધનનું નામ કયા નેતા દ્વારા સૂચવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ ૈંદ્ગડ્ઢૈંછ રાખવાનું સૂચન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની જનતા ભાજપની વિરુદ્ધ છે અને એ જ લોકો ભાજપ સામે લડશે. તેથી જ તેનું નામ ૈંદ્ગડ્ઢૈંછ હોવું જાેઈએ. વિપક્ષની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તમામ નેતાઓએ એક પછી એક પોતપોતાની વાત રાખી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, બેઠકમાં અમે અમારી જાતને પ્રશ્ન પૂછ્યો કે, અમારી લડાઈ કોની સાથે છે. દેશના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. આ દેશના અવાજ માટે લડાઈ છે અને તેથી જ ૈંદ્ગડ્ઢૈંછ નામ પસંદ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે લડાઈ દ્ગડ્ઢછ અને ૈંદ્ગડ્ઢૈંછ વચ્ચે છે. લડાઈ ૈંદ્ગડ્ઢૈંછ અને મોદી વચ્ચે છે. જ્યારે પણ ૈંદ્ગડ્ઢૈંછ સામે કોઈ ઊભું હોય ત્યારે કોણ જીતે છે. ૈંદ્ગડ્ઢૈંછ ની થાય છે. રાહુલ ગાંધી વધુમાં કહ્યું કે, આ અમારી બીજી બેઠક છે અને આગામી બેઠક મુંબઈમાં યોજાશે. હવે અમે એક્શન પ્લાન તૈયાર કરીશું. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, બેઠકમાં ૨૬ પક્ષોએ ભાગ લીધો હતો. આ અમારી બીજી બેઠક હતી અને સારી વાત એ છે કે તેમાં અન્ય પક્ષો જાેડાઈ રહ્યા છે. આપણે દેશને નફરતથી બચાવવાનો છે. અમે નવા ભારતનું સપનું લઈને એક સાથે આવ્યા છીએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, એનડીએને પડકાર આપવાનો પ્રયાસમાં જાેડાયેલા ૨૬ વિપક્ષી દળોએ ગઠબંધનનું નામ ૈંદ્ગડ્ઢૈંછ રાખ્યું છે. ખડગેએ કહ્યું કે, બધાએ એક સ્વરમાં આ પ્રસ્તાવને ટેકો આપ્યો. વિપક્ષી ગઠબંધનમાં ૧૧ સભ્યોની સંકલન સમિતિ બનાવવામાં આવશે અને તેના સભ્યોની જાહેરાત મુંબઈમાં યોજાનારી આગામી બેઠકમાં કરવામાં આવશે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *