Delhi

અલાહાબાદ હાઈકોર્ટે છૂટાછેડા વિના લિવ-ઈન પાર્ટનર સાથે રહેતી મહિલાની અરજી ફગાવી

નવીદિલ્હી
ગયા અઠવાડિયે એક પરિણીત મહિલા અને તેના લિવ-ઈન પાર્ટનર દ્વારા કરવામાં આવેલી સુરક્ષાની માગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. તેમજ કહ્યું હતું કે મહિલાએ તેના પતિને છૂટાછેડા આપ્યા ન હોવાથી, તેને અને તેના લિવ-ઈન પાર્ટનરને રક્ષણ મેળવવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે, અરજી કરનાર મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા ન હોવાથી તેણી હજુ પણ કાયદેસર રીતે પરિણીત પત્ની તરીકે ગણવામાં આવશે અને અરજદાર મહિલાએ તેના પતિથી રક્ષણ મેળવવા અરજી કરી છે, જેનો હાલ મહિલાને કોઈ કાનૂની અધિકાર નથી. મહિલા અને તેના લિવ-ઇન પાર્ટનરને મહિલાના પતિ તરફથી જાેખમની આશંકા સાથે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ હિંદુ ધર્મના છે અને પરિપકવ ઉંમરે પહોંચી ગયા છે અને હાલમાં પ્રેમ અને આત્મીયતા ખાતર લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. મહિલાએ અરજીમાં જણાવ્યુ હતું કે તેના પતિ અને સાસરિયાઓની હિંસાને કારણે ૨૦૨૨માં વૈવાહિક ઘર છોડવું પડ્યું હતું અને પ્રેમી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. જ્યારે આ હકીકત તેના પતિ અને તેના પરિવારના સભ્યોના ધ્યાન પર આવી ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને પ્રેમીને ધમકાવવા લાગ્યા. અંતે એવી રજૂઆત કરવામાં આવી છે કે મહિલા અને તેનો પ્રેમી લગ્નને કરવા માંગે છે જેથી મહિલાને તેના પતિથી છૂટાછેડા મળી જાય. “આ કોર્ટે આશા દેવીના કેસમાં અવલોકન કર્યું કે જ્યાં સુધી છૂટાછેડાનો હુકમ પસાર ન થાય ત્યાં સુધી લગ્ન ચાલુ રહે છે. પ્રથમ લગ્નના અસ્તિત્વ દરમિયાન કોઈપણ બીજા લગ્ન હિંદુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫, ૈંઁઝ્રની કલમ ૧૭ હેઠળ સજાપાત્ર છે. કલમ ૪૯૪ હેઠળ ગુનો માનવામાં આવશે અને તે વ્યક્તિ, તેના અન્ય કોઈ ધર્મમાં પરિવર્તન કરવા છતાં, લગ્નજીવનના ગુના માટે કાર્યવાહી કરવા માટે જવાબદાર રહેશે.” વધુમાં, આશા દેવી કેસમાં હાઈકોર્ટે એક પરિણીત મહિલા અને તેના લિવ-ઈન પાર્ટનરની અરજીને ફગાવી દીધી હોવાનું નોંધ્યું હતું, કોર્ટે અવલોકન કર્યું હતું કે હાલના કેસમાં પણ મહિલાએ તેના પતિ પાસેથી છૂટાછેડા લીધા નથી, તે હજુ પણ હકદાર છે. કાયદેસર રીતે તે મહિલા પરિણીત પત્ની તરીકે ગણવામાં આવશે. તેથી, અરજદારોને રક્ષણ મેળવવાનો કોઈ કાનૂની અધિકાર નથી.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *