Delhi

આ એક્ટ્રેસનો કરિયર ગ્રાફ સતત ઘટ્યો, બેક-ટૂ-બેક ૪ ફ્લોપ, ૩ ફિલ્મો પર ટકી છે આશા

નવીદિલ્હી
પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ ફ્લોપ થવા તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી તેના ૯ વર્ષના કરિયરમાં ૭ ફ્લોપ આપી ચૂકી છે. વર્ષ ૨૦૨૨થી અત્યાર સુધી આ તેની ચોથી ફ્લોપ ફિલ્મ સાબિત થવા જઈ રહી છે. કૃતિ સેનન સતત એક પછી એક ફ્લોપ ફિલ્મોનો હિસ્સો બની રહી છે. જાેકે, ટૂંક સમયમાં તે વધુ ત્રણ ફિલ્મોમાં જાેવા મળવાની છે. કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદથી આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મની આખી ટીમ લોકોની ટીકાનો સામનો કરી રહી છે. આટલું જ નહીં, સોમવારના બોક્સ ઓફિસ કલેક્શનને જાેતા એમ કહેવું ખોટું નહીં હોય કે કૃતિ સેનનની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ થવા તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં આ ચોથી ફ્લોપ ફિલ્મ તેના ભાગે આવશે. છેલ્લા ૧૮ મહિનાથી કૃતિ સેનન એક પછી એક ફ્લોપ ફિલ્મોનો ભાગ બની રહી છે.કૃતિ છેલ્લા કેટલાક સમયથી માત્ર ફ્લોપ ફિલ્મોમાં જ જાેવા મળી રહી છે. તેની પાછલી ફિલ્મોની વાત કરીએ તો, ‘આદિપુરુષ’ પહેલા તેણી કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘શહેઝાદા’માં જાેવા મળી હતી. જે સુપર ફ્લોપ સાબિત થઈ હતી. ગયા વર્ષે કૃતિ સેનન વરુણ ધવન સાથે ફિલ્મ ‘ભેડિયા’માં જાેવા મળી હતી. જાેકે, તેની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહતી. ફિલ્મ ‘ભેડિયા’ પહેલા કૃતિ સેનન અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ ‘બચ્ચન પાંડે’માં પણ જાેવા મળી છે. તે ફિલ્મ પણ સુપર ફ્લોપ સાબિત થઈ હતી.કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ને બાદ કરતાં પણ એક્ટ્રેસ ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ‘ગણપત’માં જાેવા મળવાની છે. તેની ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય તેણી શાહિદ કપૂર સાથે પણ અન્ય એક જાેવા મળવાની છે. આટલું જ નહીં, કૃતિ સેનન ફિલ્મ ધ ક્રૂમાં પણ કામ કરી રહી છે. ‘આદિપુરુષ’ના તાજેતરના પ્રતિસાદને જાેતા, ફક્ત સમય જ કહેશે કે કૃતિ સેનનની આગામી ફિલ્મો બોક્સ ઓફિસ ધમાલ કરશે કે આ વખતે પણ ફ્લોપ સાબિત થશે.જણાવી દઈએ કે, કૃતિએ પોતાની મહેનતના કારણે આજે હિન્દી સિનેમામાં એક ખાસ ઓળખ બનાવી છે. આ સાથે એક્ટ્રેસ શાનદાર કમાણી પણ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર કૃતિ એક ફિલ્મના આશરે ૨ કરોડ રુપિયા ફી ચાર્જ કરે છે. ફિલ્મો સિવાય કૃતિ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ શાનદાર પૈસા કમાય છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *