નવીદિલ્હી
વિરાટ કોહલી જાે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહ્યો હોત તો ભારત આગામી વન-ડે વર્લ્ડ કપ (૨૦૨૩ ર્ંડ્ઢૈં ઉર્ઙ્મિઙ્ઘ ઝ્રેॅ) માટે તૈયાર પૂરેપૂરું હોત, તેવું પાકિસ્તાનના પૂર્વ સુકાની રાશિદ લતીફનું માનવું છે. તેણે રાહુલ અને અય્યર જેવા ઇજાગ્રસ્ત સિનિયરો પર ટીમનો મદાર જાેખમી હોવાનું પણ કહ્યું હતું. વર્ષ ૨૦૨૧ના અંતમાં કોહલીની વનડે કેપ્ટન તરીકે હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેના થોડા મહિના તેણે પહેલા ્-૨૦ના સુકાની તરીકે પદ છોડી દીધું હતું. તે સમયે મ્ઝ્રઝ્રૈં એ બંને ફોર્મેટમાં જુદા જુદા બે કેપ્ટન ઇચ્છતું ન હોવાનું કહ્યું હતું. ત્યારબાદ રોહિતે વ્હાઇટ-બોલના સુકાની તરીકેની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન ૨૦૨૨ની શરૂઆતમાં ટેસ્ટ સુકાની પદ પરથી પણ કોહલીએ રાજીનામું આપ્યું હતું. જેથી રોહિત ફૂલ ટાઈમ કેપ્ટન બની ગયો હતો. ત્યારબાદ ભારતને એકેય ફોર્મેટમાં સફળતા મળી શકી નથી. ૨૦૨૨માં એશિયા કપમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું. તેમજ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-૨૦ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાંથી પણ ટીમ બહાર ફેંકાઈ ગઈ હતી.
આ ઉપરાંત ભારત બાંગ્લાદેશ સામે વન-ડેમાં હાર્યું હતું. તેમજ ઉ્ઝ્ર ફાઇનલમાં પણ હારી ગયું હતું. આ ઉપરાંત તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચની ્૨૦ સીરીઝ પણ ગુમાવી હતી. ટીમને કેટલાક ખેલાડીઓની ઇજા પણ પરેશાન કરી રહી છે. એશિયા કપ પહેલા કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ફિટનેસ નહોતી. જેથી ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. અત્યારે તો ભારતીય ટીમ પાસે ઘણા સારા પ્લેયર છે. ત્યારે લતીફે ભારતના હાલના સંઘર્ષ અંગે વિસ્તારથી વાત કરી છે. તે માને છે કે, જાે કોહલી કેપ્ટન રહ્યો હોત તો પરિસ્થિતિ જુદી હોત. તે કહે છે કે, જાે કોહલી કેપ્ટન રહ્યો હોત તો ભારત વર્લ્ડ કપ માટે ૧૦૦ ટકા તૈયાર હોત. લતીફે પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે ઘણા ખેલાડીઓ સાથે પ્રયોગો કર્યા છે અને જાે હું, ભારતની બેટિંગ, મિડલ અને લોવર ઓર્ડરની વાત કરું તો મિડલ અને લોવર ઓર્ડર ૪ થી ૭ નંબર સુધી કોઈ પણ નવા ખેલાડીને ટકવા દેવાયો નથી. ઘણા બધા બદલાવ થયા છે. વર્તમાન સમયે જસપ્રિત બુમરાહ આયર્લેન્ડ સામેની ત્રણ ટી-૨૦ માટે ટીમ બીનું નેતૃત્વ કરી રહ્યો છે. જાેકે, ટીમની નજર ૩૦ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ પર જ છે. આ ટુર્નામેન્ટ બાદ તરત જ ૫મી ઓક્ટોબરથી ભારતમાં વન ડે વર્લ્ડ કપનો પ્રારંભ થશે.


