Delhi

ઈસ્લામિક સ્ટેટે તેના પ્રચાર મેગેઝિન ‘વોઈસ ઓફ ખોરાસાન’ની નવી આવૃત્તિ વાયુવેગે વાઈરલ

નવીદિલ્હી
ઈસ્લામિક સ્ટેટે પોતાના મેગેઝીન દ્વારા ભારતીય મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. ૈંજીએ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા અને ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને લઈને ‘વોઈસ ઑફ ખોરાસાન’ મેગેઝિનની તાજેતરની આવૃત્તિમાં ઉશ્કેરણીજનક કન્ટેન્ટ પ્રકાશિત કર્યો છે. ઇસ્લામિક સ્ટેટે ભારતીય મુસ્લિમોને જેહાદ માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ઈસ્લામિક સ્ટેટે તેના પ્રચાર મેગેઝિન ‘વોઈસ ઓફ ખોરાસાન’ની લેટેસ્ટ એડિશનમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (ફૐઁ) વિશે પણ અપશબ્દો બોલ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ) ટેલિગ્રામ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ભારતમાં ૈંજી મેગેઝિનની સામગ્રી પર સતત નજર રાખે છે. મેગેઝિનના કવર પેજ પર નૂહ હિંસા પછી ઉપયોગમાં લેવાયેલા બુલડોઝરની તસવીર છપાઈ છે. રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે મોનુ માનેસર અને બિટ્ટુ બજરંગીનો પણ મેગેઝિનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બે ગૌ રક્ષકોએ ઉશ્કેરણીજનક વીડિયો બનાવ્યો હતો જેના પછી કથિત રીતે મુસ્લિમો પર હુમલો કરવામાં આવ્યો હતો. ૈંજી મેગેઝીન વધુમાં જણાવે છે કે હિંસા બાદ મુસ્લિમોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી. ૩૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ, હરિયાણાના નુહમાં બ્રિજ મંડળ યાત્રા દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં બે હોમગાર્ડ સહિત છ લોકોના મોત થયા હતા. આ હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા છે. ઘટના મુજબ ૩૧મી જુલાઈના રોજ નૂહમાં બ્રીજમંડળ યાત્રા કાઢવામાં આવી રહી હતી. આ યાત્રામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો જાેડાયા હતા. યાત્રા દરમિયાન કેટલાક લોકોએ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. આ પછી બંને સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ ગઈ.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *