નવીદિલ્હી
ગુરુવારે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ‘ઓરેન્જ’ એલર્ટથી લઈને રેડ એલર્ટ જાહેર કરી હતા, જ્યારે ગોવામાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સવારે ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. દિલ્હી-એનસીઆરમાં ચોમાસું શરુ થતા જ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. તેમજ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદ વચ્ચે જન જીવન ખોરવાયું છે, લોકોને પાણી ભરાતા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી મુંબઈ સહિત રાજસ્થાન, ગુજરાત ,અને ગોવામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જાે કે રાજધાનીના ઘણા વિસ્તારોમાં ગુરુવારે સવારથી શરૂ થયેલા વરસાદથી થોડી રાહત થઈ હતી. જેના કારણે તાપમાનમાં છ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ મીડિયા રિપોર્ટમાંથી મળેલી માહિતી મુજબ આગામી ચાર દિવસ સુધી હવામાન વાદળ છાયું રહેવાની શક્યતા છે તે સાથે જ દિલ્હી મુંબઈમાં ભારે વરસાદની પણ આગામી બે દિવસમાં કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ ૮ જુલાઈએ દિલ્હીમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વરસાદના કારણે રાજધાનીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન ૩૦.૬ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ, ૈંસ્ડ્ઢ અનુસાર, ૧૧ જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કારણે દિલ્હીનું હવામાન વાદળછાયું રહેશે. રાજસ્થાનમાં ચોમાસું સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં પૂર્વીય ભાગો માટે ઓરેન્જ એલર્ટ અને પશ્ચિમી ભાગો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કેરળમાં ગુરુવારે ભારે વરસાદ વરસ્યો હતો. જે બાદ આજે બે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અહીં હજારો લોકો તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે. તે જ સમયે, ૈંસ્ડ્ઢ એ આજે ??માટે કન્નુર અને કાસરગોડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને સાત જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગોવામાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે એક મહિલા પૂરમાં ધોવાઈ ગઈ હતી, જ્યારે રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા હતા. ૈંસ્ડ્ઢ એ ત્યાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તેના તમામ કર્મચારીઓને તેમની રજાઓ રદ કરવા અને ફરજ પર આવવા માટે ચેતવણી જારી કરી છે.
