નવીદિલ્હી
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીને એક કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ક્રમમાં ૨૩ જૂને બિહારની રાજધાની પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં એક મોટી બેઠક પણ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ થયા હતા. હવે વિપક્ષી એકતા પક્ષને નામ આપવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે. સીપીઆઈના મહાસચિવ ડી રાજાએ રવિવારે જણાવ્યું કે વિપક્ષી ગઠબંધનનું નામ ‘પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક એલાયન્સ’ (ઁડ્ઢછ) રાખવામાં આવશે. ડી રાજાના જણાવ્યા અનુસાર, જુલાઈમાં શિમલામાં યોજાનારી આગામી બેઠકમાં વિપક્ષી ગઠબંધનના આ નામની જાહેરાત કરવામાં આવશે. જાે કે આ બેઠક ક્યારે થશે તેની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. છેલ્લી લોકસભા ચૂંટણીથી વિપક્ષી ગઠબંધનને સંગઠિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી તે વેરવિખેર જાેવા મળી રહ્યો છે. જુલાઈમાં શિમલામાં યોજાનારી બેઠકમાં સ્થિતિ ઘણી હદ સુધી સ્પષ્ટ થશે કે ગઠબંધન કઈ દિશામાં આગળ વધશે અને તેનું નેતૃત્વ કોણ કરશે. છેલ્લા કેટલાક મહિનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ મહાગઠબંધનને લઈને ખૂબ જ સક્રિય છે. પટનામાં બેઠક પહેલા તેઓ ઘણા વિપક્ષી નેતાઓ સાથે પણ મુલાકાત કરતા જાેવા મળ્યા હતા. ઝ્રઁૈં દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે શિમલામાં યોજાનારી આગામી મીટીંગમાં મહાગઠબંધનનું નામકરણ કરવામાં આવશે. આ પહેલા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ ઁડ્ઢછ ના નામથી પછાત, દલિત અને લઘુમતીઓના ગઠબંધનની વાત કહી હતી. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ ેંઁછ થી બદલીને ઁડ્ઢછ થશે.
