Delhi

સિદ્ધુ મુસેવાલાને મારવા દુબઈથી હથિયાર આવ્યા… PAKના નાગરિકનું પણ છે કનેક્શન

નવીદિલ્હી
પંજાબી રેપર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ) અનુસાર, મુસેવાલાને મારવા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયારો દુબઈથી ભારતમાં આવ્યા હતા અને તેને પાકિસ્તાની સપ્લાયર દ્વારા મોકલવામાં આવ્યા હતા. પંજાબી ગાયકના મોતમાં પાકિસ્તાનની સંડોવણી પ્રથમ વખત સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દુબઈના આર્મ્સ સપ્લાયર હામિદે લોરેન્સ બિશ્નોઈ ગેંગને હથિયાર વેચ્યા હતા. હમીદ બુલંદશહરના સપ્લાયર શહેબાઝ અંસારીને પણ મળ્યો હતો, જે બિશ્નોઈ ગેંગને ઘણીવાર હથિયાર સપ્લાય કરતો હતો. હમીદ વતી ગોલ્ડી બ્રાર જૂથને હથિયારો આપવામાં આવે છે. જણાવી દઈએ કે ૨૮ વર્ષીય સિદ્ધુ મુસેવાલા પંજાબના જાણીતા રેપર હતા અને યુવાનોમાં તે ખૂબ જ લોકપ્રિય હતા. ગયા વર્ષે મે મહિનામાં પંજાબના માનસા જિલ્લામાં લગભગ અડધો ડઝન શૂટરોએ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી હતી. સિદ્ધુ મુસેવાલા પણ કોંગ્રેસના નેતા હતા, હત્યાના થોડા દિવસ પહેલા તેમની સુરક્ષા વ્યવસ્થા હટાવી દેવામાં આવી હતી, જેના પર ઘણો વિવાદ થયો હતો. દ્ગૈંછ દ્વારા કોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, શાહબાઝ અન્સારી ઘણી વખત દુબઈ ગયો હતો જ્યાં તે પાકિસ્તાની નાગરિક દ્વારા હામિદને મળ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ભારતમાં હથિયારોની સપ્લાય અંગે વાતચીત થઈ હતી, જે દરમિયાન હામિદે જણાવ્યું હતું કે તે સિદ્ધુ મુસેવાલા માટે લોરેન્સ બિશ્નોઈને સપ્લાય કરી રહ્યો છે અને તે ગોલ્ડી બ્રારના સંપર્કમાં પણ છે. સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં ચાર્જશીટમાં ૩૦થી વધુ લોકોના નામ હતા, જેમાં લોરેન્સ બિશ્નોઈનું નામ પણ હતું. જ્યારે ગોલ્ડી બ્રારને હત્યાનો માસ્ટરમાઈન્ડ કહેવાઈ રહ્યો છે, ત્યારે પોલીસ હજુ પણ અલગ-અલગ એંગલ પર કામ કરી રહી છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *