Delhi

“દેશના મુખ્ય મુદ્દા પર કોઈ વાતચીત થતી નથી..” ઃ રાહુલ ગાંધી

નવીદિલ્હી
લદ્દાખ પહોંચેલા રાહુલ ગાંધીએ ઇજીજી પર જાેરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આરએસએસના લોકો દરેક સંસ્થામાં છે. તેઓ કેન્દ્રમાં મંત્રાલય પણ ચલાવી રહ્યા છે. જણાવી દઈએ કે રાહુલ બે દિવસના પ્રવાસ પર લેહ-લદ્દાખ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે પાર્ટી કાર્યકર્તાઓ તેમજ યુવાનો સાથે વાત કરી, તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. રાહુલ ગાંધી પેંગોંગ લેકની પણ મુલાકાત લેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે છે. રાહુલ ગાંધી આજે તેમની પાર્ટીના નેતાઓને મળશે તેમજ લદ્દાખમાં અલગ-અલગ જગ્યાએ યુવાનો સાથે વાતચીત કરશે. રાહુલ ગાંધી લદ્દાખમાં ન્છઝ્રની મુલાકાત લેશે. લદ્દાખમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ દરેક સંસ્થામાં પોતાના લોકોને રાખે છે. રાહુલે કહ્યું કે આરએસએસના લોકો જ બધું ચલાવી રહ્યા છે. જાે તમે કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રીને પૂછો તો પણ તેઓ તમને કહેશે કે વાસ્તવમાં તેઓ તેમનું મંત્રાલય નથી ચલાવી રહ્યા પરંતુ ઇજીજી દ્વારા નિયુક્ત તેમના ર્ંજીડ્ઢ ચલાવી રહ્યા છે. તે બધું જ કરી રહ્યા છે. તેઓએ સમાન દૃશ્ય બનાવ્યું છે. તેઓ દરેક સંસ્થામાં બધું ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધી લેહમાં તેમની પિતાની જન્મજયંતિ પર પેંગોંગ લેક ખાતે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. તમને જણાવી દઈએ કે ૨૦ ઓગસ્ટ ૧૯૪૪ના રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ થયો હતો. કોંગ્રેસ આ દિવસને ગુડવિલ ડે તરીકે ઉજવે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં અલગાવવાદના મુદ્દે યુવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરી. તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક રાજકીય લોકો દેશમાં નફરતનું વાતાવરણ બનાવી રહ્યા છે. જાે તમે ભારતમાં જાવ, જનતાની વચ્ચે જાવ, તો તમે જાેશો કે લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર છે. રાહુલે કહ્યું કે લોકો ભારતની વિવિધતાને ખૂબ ઊંડાણથી સમજે છે, જે આપણા દેશની તાકાત છે. લોકોની વચ્ચે જઈને ઘણું શીખવા મળ્યું. અમે જુદા જુદા રાજ્યોમાં ગયા. હજારો લોકો સાથે વાત કરી. દેશના મુખ્ય મુદ્દાઓ, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, પર બહુ વાત કરવામાં આવતી નથી. નફરતની વાત થાય છે કે પછી ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાનની વાત થાય છે. દેશના મુખ્ય મુદ્દાઓ પર કોઈ વાત થતી નથી. લદ્દાખમાં રાહુલ ગાંધીએ જીॅૈંેા ંીટ્ઠદ્બ અને જીॅૈંેા ૧૧ ટીમો વચ્ચે ફૂટબોલ મેચમાં પણ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *