Delhi

સતત ફ્લોપ ફિલ્મોના કારણે આ એક્ટરની કારકિર્દી ખતમ થવાના આરે હતી ને થયું કઈક એવું,.

નવીદિલ્હી
બોલિવૂડનો પ્રખ્યાત અભિનેતા જ્હોન અબ્રાહમ છેલ્લા ૨૦ વર્ષથી બોલિવૂડમાં સક્રિય છે અને સતત પોતાની ફિલ્મોથી લોકોનું મનોરંજન કરતા જાેવા મળે છે. જ્હોને વર્ષ ૨૦૦૩માં ફિલ્મ ‘જિસ્મ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને તેણે તેની પહેલી જ ફિલ્મથી બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો હતો. તેની પ્રથમ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી, પરંતુ જ્યારે આપણે તેની કારકિર્દીના ગ્રાફ પર નજર કરીએ છીએ, ત્યારે આપણને ઘણા ઉતાર-ચઢાવ જાેવા મળે છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના આંકડાઓ અનુસાર, જ્હોન પાસે જેટલી હિટ ફિલ્મો છે તેના કરતા પણ વધુ ફ્લોપ અને ડિઝાસ્ટર ફિલ્મો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સતત ફ્લોપ ફિલ્મો જાેઈને લોકોને લાગ્યું કે, કદાચ તેની કારકિર્દી ખતમ થવા જઈ રહી છે, પરંતુ એવું થયું નહીં, અને વર્ષ ૨૦૨૩ તેની કારકિર્દી માટે સૌથી સફળ વર્ષ સાબિત થયું. જાેનની ફિલ્મ ‘પાગલપંતી’ વર્ષ ૨૦૧૯માં આવી હતી, ‘મુંબઈ સાગા’ ૨૦૨૧માં આવી હતી, ‘સત્યમેવ જયતે ૨’ ૨૦૨૧માં આવી હતી અને તેની ફિલ્મ ‘અટેક’ ૨૦૨૨માં આવી હતી… આ બધી ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી. બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ બાદ દર્શકોને લાગ્યું કે, તેની કારકિર્દી ખતમ થઈ રહી છે અને ત્યારે જ વર્ષ ૨૦૨૩માં તેની ફિલ્મ ‘પઠાણ’ રીલિઝ થઈ. ફિલ્મ ‘પઠાણ’ જ્હોનની કારકિર્દી માટે લકી ફિલ્મ સાબીત થઈ. આ ફિલ્મમાં જ્હોનના અભિનયનો લોકોએ વખાણ કર્યો. અને રિલીઝની સાથે જ જ્હોનની કારકિર્દીની આ પહેલી ફિલ્મ હતી જે બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ અને જ્હોનની જાેડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જ્હોનની ફિલ્મ ‘પઠાણ’એ બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આજે આ ફિલ્મને રિલીઝ થયાને ૭ મહિના થવા જઈ રહ્યા છે, પરંતુ આ ફિલ્મનો ક્રેઝ લોકોમાં હજુ એવોનેે એવો જ છે. થિયેટરમાં રિલીઝ બાદ ‘પઠાણ’ હવે ર્ં્‌્‌ પર હંગામો મચાવી રહી છે. આ ફિલ્મમાં જ્હોનની સાથે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જાેવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *