નવીદિલ્હી
ઝિમ્બાબ્વે આફ્રો ટી૧૦ લીગ હરારેમાં રમાઈ રહી છે. લીગની ૧૨મી મેચ બુલાવાયો બ્રેવ્સ અને હરારે હરિકેન્સ વચ્ચે રમાઈ હતી. બુલાવાયોએ આ મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. ઝિમ્બાબ્વેના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સિકંદર રઝાએ ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી હતી. તેણે આ મેચમાં એકલા હાથે ૨૧ બોલમાં ૭૦ રન ફટકાર્યા હતા. પ્રથમ બોલિંગ તેના માટે અસરકારક સાબિત થઈ હતી. ખરેખરમાં બુલાવાયો બ્રેવ્સે ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. હરારે હરિકેન્સે બેટિંગ કરતા ૪ વિકેટના નુકસાને ૧૩૪ રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે બુલાવાયો બ્રેવસે ??આ સ્કોર માત્ર ૯.૧ ઓવરમાં હાંસલ કર્યો હતો. મેચમાં સિકંદર રઝા તરફથી શાનદાર બેટિંગ જાેવા મળી હતી. તેણે માત્ર ૨૧ બોલમાં ૭૦ રન ફટકાર્યા હતા. આટલું જ નહીં તેણે માત્ર ૧૫ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જે આ ટુર્નામેન્ટની અત્યાર સુધીની સૌથી ઝડપી અડધી સદી હતી. રઝાએ ૭૦ રનની ઈનિંગમાં ૬ સિક્સ અને ૫ ફોર ફટકારી હતી. તે મુજબ તેણે બાઉન્ડ્રીથી માત્ર ૫૬ રન બનાવ્યા હતા. તેણે બાકીના ૧૪ રન સિંગલ અથવા ડબલ તરીકે લીધા હતા. રઝા સિવાય આ મેચમાં કોબ હાર્ટફે પણ તોફાની ઇનિંગ રમતા ૨૩ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા. તેણે ૩ સિક્સર અને ૩ ફોર ફટકારી હતી. હરારે હરિકેન્સ તરફથી બેટિંગ કરતા રોબિન ઉથપ્પાએ ૧૫ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા. આ સિવાય એવિન લુઈસે ૧૯ બોલમાં ૪૯ રન બનાવ્યા હતા. જેમાં તેણે ૬ છગ્ગા અને ૨ ચોગ્ગા સામેલ હતા. આ શાનદાર ઇનિંગ્સ છતાં તેની ટીમ હારી ગઈ. આ સિવાય મોહમ્મદ નબીએ ૦, ઈયોન મોર્ગને ૭ અને ઈરફાન પઠાણે ૯ બોલમાં ૧૮ રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષે ટી૧૦ લીગમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સિકંદર રઝા બીજા નંબર પર છે. તેણે અત્યાર સુધી ૫ મેચમાં ૪૦ની એવરેજથી ૧૬૦ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ ૨૦૦થી વધુ હતો.
