Delhi

આ બદલાયેલું ભારત તમને વિચારતુ કરી દેશે ઃ વડાપ્રધાન મોદી

નવીદિલ્હી
વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન સેન્ટરમાં ડાયસ્પોરાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ હોલમાં ભારતનો આખો નકશો દેખાય છે. હું અહીં ભારતના દરેક ખૂણેથી લોકોને જાેઈ શકું છું. એવું લાગે છે કે મિની ઈન્ડિયા આવી ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા સારા ભવિષ્યની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે જાે બિડેન એક સંકલ્પબદ્ધ અનુભવી નેતા છે. છેલ્લા ત્રણ દિવસમાં મને ઘણો પ્રેમ અને સ્નેહ મળ્યો. તેઓ ભારત-યુએસ ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે, હું આ પ્રયાસ માટે બિડેનની પ્રશંસા કરું છું. વિદેશી ભારતીયોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં ફાઈટર પ્લેન બનાવવાનો જીઈનો ર્નિણય ઐતિહાસિક છે. તેમણે કહ્યું કે ય્ઈ અમને માત્ર ટેક્નોલોજી જ નહીં પરંતુ વિશ્વાસ પણ આપી રહી છે. તેમણે કહ્યું કે બોઇંગે ભારતમાં ૧૦૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે. ગૂગલ, માઈક્રોને પણ રોકાણની જાહેરાત કરી છે. અમદાવાદ અને બેંગ્લોરમાં નવા કોન્સ્યુલેટ ખુલશે. તમામ જાહેરાતોથી ભારતમાં રોકાણ વધશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત લોકશાહીની માતા છે અને અમેરિકા આધુનિક લોકશાહીનું ચેમ્પિયન છે. તેમણે કહ્યું કે અમેરિકા અમારો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. તેમણે કહ્યું કે ૐ૧ વિઝા અમેરિકામાં જ રિન્યુ થશે. આ માટે તમારે બહાર જવાની જરૂર નથી. વિઝા રિન્યુઅલ માટે આ વર્ષે પાઇલોટ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની ક્ષમતા વિશ્વના વિકાસને દિશા આપી રહી છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. ભારત તેનો રસ્તો જાણે છે. પીએમએ કહ્યું કે આજે નવા ભારતમાં આત્મવિશ્વાસ પાછો ફર્યો છે. અગાઉ ગુલામીના કારણે આત્મવિશ્વાસ છીનવાઈ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારતની પ્રગતિનું સૌથી મોટું કારણ ભારતનો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે ભાવનાત્મક સંબંધ વધુ મજબૂત થઈ રહ્યો છે. પીએમએ કહ્યું કે ભારત શક્યતાઓની તકમાં ફેરવાઈ રહ્યું છે. ઈન્ફ્રા પર આટલું રોકાણ અગાઉ ક્યારેય નહોતું. નાના શહેરોમાં સફળતાની ગાથાઓ લખાઈ રહી છે. બદલાયેલું ભારત તમને આશ્ચર્યચકિત કરી દેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ડિજિટલ ક્રાંતિ અભૂતપૂર્વ છે. ભારત તેની ક્ષમતાને પ્રદર્શનમાં પરિવર્તિત કરી રહ્યું છે. ભારતમાં રોકાણ કરવાની આ યોગ્ય તક છે. પીએમ મોદીએ કહ્યું કે દુનિયા નાટુ નાટુના ધૂન પર નાચવા લાગે છે. તેમણે કહ્યું કે ત્રણ દિવસમાં આ એક નવી અને ગૌરવપૂર્ણ યાત્રા હતી. આ સંબોધનની સાથે જ વડાપ્રધાન મોદીનો અમેરિકન પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે. પીએમ મોદી ઈજિપ્તથી અમેરિકા જવા રવાના થઈ ગયા છે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *