Delhi

ઉર્ફી જાવેદે ફેશનના ચક્કરમાં જીવને જાેખમમાં લખવા જેવો ડ્રેસ પહેરહ્યો

નવીદિલ્હી
ઉર્ફી જાવેદની ફેશન વિશે તો તમે જાણો જ છો. એવું ઘણીવાર બન્યું છે કે ઉર્ફીએ લોકોને વિચારતા કરી દીધા છે ત્યાં ઘણીવાર તો તેના આઉટફિટ્‌સ જાેઇને લોકોએ માથુ પકડી લીધું છે. પરંતુ સ્ટાઇલ અને ફેશનના ચક્કરમાં ઉર્ફીએ પોતાના જીવની પણ પરવા નકરતાં ઘણીવાર કંઇક એવું પણ પહેર્યુ છે જે તેના જીવ માટે ખતરનાક સાબિત થઇ શકે એમ હતું. આજે અમે તેમાંથી જ એક લુકની વાત કરી રહ્યાં છીએ. ઉર્ફી જાવેદે ઘણીવાર પોતાની ડ્રેસિંગ સ્ટાઇલથી પણ સૌકોઇને ચોંકાવ્યા છે. પરંતુ સૌથી વધુ લોકો ત્યારે દંગ રહી ગયા જ્યારે તે બ્લેડમાંથી બનેલો ડ્રેસ પહેરીને સામે આવી ગઇ હતી. ઉર્ફીના આ ડ્રેસમાં સેંકડો બ્લેડ લાગેલી હતી. જે તેને ઇજા પહોંચાડી શકે એમ હતી પરંતુ તેમ છતાં ઉર્ફીએ પોતાને ભીડથી અલગ બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો અને તેના ચક્કરમાં તેણે તેનો જીવ પણ દાંવ પર લગાવી દીધો. જી હા…ઉર્ફીને આપણે ‘ખતરોં કી ખિલાડી’ કહીએ તો તેમાં કંઇ ખોટુ નથી. તેણે કેટલાંક એવા આઉટફિટ પહેર્યા છે જેને લઇને તેને આ ખિતાબ આપી શકાય છે. ફક્ત બ્લેડ જ નહીં ઉર્ફીએ કાંચમાંથી બનેલો ડ્રેસ પહેરીને પણ ઉર્ફીએ લોકોને ડરાવી દીધા હતા. આ ડ્રેસને પહેરવો મોટા જાેખમ ભરેલો હતો કારણ કે જેની જરાં અમથી બેદરકારી પણ તેના પર ભારે પડી શકે તેમ હતી, પરંતુ નિડર અને બિન્દાસ ઉર્ફીને તેની કોઇ પરવા નથી. તેની પહેલા ઉર્ફીએ ગળામાં સાંકળ લપેટી હતી તે પણ લોખંડની. ત્યારે તે જાણતી ન હતી કે તેના કારણે તેને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે. પરંતુ જ્યારે તે સાંકળ તેણે ગળામાંથી ઉતારી તો તેના ગળા પર લાલ નિશાન પડી ચુક્યા હતા.

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *