Delhi

૧૭ દેશોમાં ભારતીય UPIના ઉપયોગને મંજૂરી

દિલ્હી
સમગ્ર વિશ્વમાં ભારતીય યુપીઆઈનો ડંકો વાગી રહ્યો છે. ેંઁૈં દ્વારા ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ વધી રહ્યું છે, ભારતીય ેંઁૈંનો પ્રભાવ યથાવત છે. તાજેતરમાં આરબીઆઈએ યુપીઆઈ દ્વારા ચૂકવણીનો ડેટા જાહેર કર્યો છે. માહિતી અનુસાર યુપીઆઈનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આરબીઆઈ ઈન્ડેક્સ અનુસાર માર્ચમાં ડિજિટલ પેમેન્ટમાં ૧૩.૨૪ ટકાનો વધારો થયો છે. હવે ફ્રાન્સ, દુબઈ અને સિંગાપોર સહિત ૧૭ દેશોમાં ભારતીય ેંઁૈંના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આવનારા ૫ વર્ષમાં માત્ર ભારતમાં જ ેંઁૈં દ્વારા કરવામાં આવતી પેમેન્ટ પણ ૯૦ ટકાના આંકડાને પાર કરી જશે. આનાથી માત્ર ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ વધશે જ નહીં, પરંતુ ભારતીય અર્થતંત્રને પણ ઘણો ફાયદો થશે.વિદેશમાં ેંઁૈંની રજૂઆતથી એવા લોકોને ફાયદો થશે, જેઓ ભારતની બહાર મુસાફરી કરશે. તેઓ ત્યાં ેંઁૈં દ્વારા ભારતીય રૂપિયામાં કોઈપણ મુશ્કેલી વિના અને કોઈપણ ચલણ વિનિમય વિના સરળતાથી ચૂકવણી કરી શકશે. આ સાથે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ક્રેઝ વધશે અને દેશની અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે. ેંઁૈં દ્વારા ભારતીય રૂપિયા વડે વિદેશમાં પેમેન્ટ કરવાથી ભારતીય રૂપિયો વધુ મજબૂત થશે. ેંઁૈં દ્વારા વિદેશમાં ચુકવણી કરવી ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તમે ેંઁૈં માટે જે પણ પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તેને ડાઉનલોડ કરો. આ પછી તમારું બેંક એકાઉન્ટ તેની સાથે લિંક કરો. બેંક ખાતાને લિંક કર્યા પછી તમારે બેંક એકાઉન્ટ નંબર, ૈંમ્છદ્ગ અને ૈંમ્ઝ્ર જેવી એપ્લિકેશનમાં પ્રાપ્તકર્તાની વિગતો દાખલ કરવી પડશે. હવે તમામ ફોર્માલિટી કર્યા બાદ તમે પેમેન્ટ કરી શકશો, ઉપર જણાવેલા કેટલાક દેશમાં હાલમાં ેંઁૈં શરૂ થયુ નથી. હાલમાં તે શરૂઆતના સ્ટેજમાં છે, તેથી તેને ધીમે ધીમે વધારવામાં આવી રહ્યુ છે. ફ્રાન્સ, ભુતાન, નેપાળ, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત, મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, વિયેતનામ, સિંગાપુર, કંબોડિયા, હોંગ કોંગ, તાઈવાન, દક્ષિણ કોરિયા, જાપાન, યુનાઇટેડ કિંગડમ, યુરોપ સહીત દેશોમાં ેંઁૈંની શરૂઆત થઈ ગઈ છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *