નવીદિલ્હી
ઘણા દિવસોની શાંતિ બાદ કુકી પ્રભુત્વવાળા ચુરાચંદપુર અને મૈતેઈ પ્રભુત્વવાળા બિષ્ણુપુર જિલ્લાના સરહદી વિસ્તારમાંથી ભારે ગોળીબાર શરૂ થયો હોવાની વાત સામે આવી છે. મણિપુર પોલીસે જણાવ્યું કે નરસેનાને અડીને આવેલા ગામોમાં ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં તૈનાત જિલ્લા પોલીસ, આસામ રાઈફલ્સ, સેના અને કેન્દ્રીય દળોએ ગોળીબારને લઈ વળતો જવાબ આપ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. એક મીડિયા અહેવાલ મુજબ, ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે દાવો કર્યો હતો કે આજે ખોઈરેંટક વિસ્તારની આસપાસના ગામોમાં ગોળીબારમાં એક ગ્રામીણ સ્વયંસેવકનું મોત થયું હતું. તેની ઓળખ ૩૦ વર્ષીય જાંગમીનલુન ગંગટે તરીકે થઈ છે. ખોઇરેંટક અને થિનુગઇ વિસ્તાર વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. અન્ય એક ઘટનામાં સૂત્રોએ જણાવ્યું હતું કે તળેટીમાંથી શંકાસ્પદ આતંકવાદીઓએ એક ખેડૂતની ગોળી મારીને હત્યા કરી હતી. નરસેના વોર્ડ નંબર ૮ ના રહેવાસી ઇબોટનના પુત્ર સલામ જાેતિન નું આજે સવારે થિનુનગાઈ મેનિંગ લેઇકાઈ ખાતે તેના ડાંગરના ખેતરમાં જતા હતા ત્યારે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તેની છાતીમાં ગોળી વાગી છે અને તેની ઈમ્ફાલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તબીબોએ જણાવ્યું કે તેની હાલત નાજુક છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન, પોલીસ ટીમોએ નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ ઇસાક-મુઇવાહ (દ્ગજીઝ્રદ્ગ-ૈંસ્) અને પીપલ્સ લિબરેશન આર્મી (ઁન્છ) અને કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટીના ઇમ્ફાલ પૂર્વ અને બિષ્ણુપુર જિલ્લામાંથી એક-એક આતંકવાદીની ધરપકડ કરી હતી. (દ્ભઝ્રઁ) (લમયંબા ખુમાન જૂથ)ના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન દરમિયાન છ બંદૂકો, પાંચ કારતૂસ અને બે વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ ઘાટીના પાંચ જિલ્લાના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.પૂર્વોત્તર રાજ્યમાં મે મહિનામાં હિંસા ફાટી નીકળી ત્યારથી મણિપુરમાં ૧૪૦ થી વધુ લોકોના મોત થયા છે.