નવીદિલ્હી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ર્ંડ્ઢૈં શ્રેણીની બીજી મેચ ૨૯ જુલાઈએ બ્રિજટાઉનમાં રમાશે. આ રોમાંચક મેચમાં, જાે વિરાટ કોહલીના બેટમાંથી સાત છગ્ગા મારે છે, તો તે ર્ંડ્ઢૈં ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકને પાછળ છોડી દેશે. વિરાટ કોહલીએ ર્ંડ્ઢૈં ફોર્મેટમાં ભારતીય ટીમ માટે ૨૭૫ મેચ રમીને ૨૬૫ ઇનિંગ્સમાં ૧૩૮ સિક્સર ફટકારી છે. બીજી તરફ, ઇન્ઝમામ-ઉલ-હકે ૧૯૯૧ થી ૨૦૦૭ વચ્ચે પાકિસ્તાન માટે ૩૭૮ મેચોમાં ૩૫૦ ઇનિંગ્સમાં ૧૪૪ છગ્ગા ફટકાર્યા છે. ભારત માટે ર્ંડ્ઢૈં ફોર્મેટમાં કયા પાંચ ખેલાડીઓએ સૌથી વધુ સિક્સ ફટકારી છે તેની વાત કરીએ તો આ યાદીમાં પહેલું નામ વર્તમાન કેપ્ટન રોહિત શર્માનું આવે છે. શર્માએ ૨૦૦૭થી અત્યાર સુધી ભારત માટે ૨૪૪ મેચ રમી છે, જેમાં તેણે ૨૩૭ ઇનિંગ્સમાં ૨૭૫ સિક્સર ફટકારી છે. પૂર્વ કેપ્ટન એમએસ ધોની (સ્જી ડ્ઢર્રહૈ)નું નામ બીજા નંબર પર આવે છે. ધોનીએ ૨૦૦૪ થી ૨૦૧૯ વચ્ચે ભારત માટે ૩૫૦ ર્ંડ્ઢૈં રમી હતી. આ દરમિયાન ૨૯૭ ઇનિંગ્સમાં તેના બેટમાંથી ૨૨૯ સિક્સર નીકળી હતી. ત્રીજા સ્થાને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ આવે છે, જેને રમત જગતમાં ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખવામાં આવે છે. સચિને ૧૯૮૯ થી ૨૦૧૨ વચ્ચે દેશ માટે કુલ ૪૬૩ મેચ રમી હતી. આ દરમિયાન તેણે ૪૫૨ ઇનિંગ્સમાં ૧૯૫ સિક્સર ફટકારી હતી. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ચોથા સ્થાને છે. ગાંગુલીએ ૧૯૯૨ થી ૨૦૦૭ વચ્ચે દેશ માટે કુલ ૩૧૧ વનડે રમી હતી. આ દરમિયાન ૩૦૦ ઇનિંગ્સમાં તેના બેટમાંથી ૧૯૦ સિક્સર નીકળી હતી. પૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું નામ પાંચમા સ્થાને આવે છે. યુવરાજે ૨૦૦૦ થી ૨૦૧૭ ની વચ્ચે ભારત માટે ૩૦૪ ર્ંડ્ઢૈં રમી, ૨૭૮ ઇનિંગ્સમાં ૧૫૫ સિક્સર ફટકારી.


