નવીદિલ્હી
તાજેતરમાં, ઘણા લોકો હાર્ટ એટેકના વધતા કેસોને કોરોના વાયરસની આડ અસરો અને તેની રસી સાથે જાેડી રહ્યાં છે જાે કે, હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને આ વિશે ઘણી માહિતી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોરોના વાયર પછી હાર્ટ એટેકનું જાેખમ રસી લીધા પછી ૪થી ૫ ટકા વધારે છે. સૌમ્યા સ્વામીનાથને મીડિયાને જણાવ્યું કે, એ વાત સારી રીતે સ્થાપિત છે કે કોરોના વાયરસના ચેપ પછી હાર્ટ એટેક, ડાયાબિટીસ, સ્ટ્રોકનું જાેખમ વધી જાય છે. કોવિડ પછી હાર્ટ એટેકનું જાેખમ રસીકરણ પછી ૪ થી ૫ ટકા વધારે છે. કોવિડ સંક્રમણ પછી હાયપરટેન્શન માટે કોવિડ પોતે જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે ઉૐ અને અન્ય ઘણા નિષ્ણાતોએ વારંવાર ચેતવણી આપી છે કે કોવિડથી હાર્ટ એટેક, નર્વસ સિસ્ટમની નિષ્ફળતા સહિત અનેક જીવલેણ રોગો થઈ શકે છે. તે જ સમયે, કોવિડની રસી લેનાર વ્યક્તિને કોરોના વાયરસના ચેપનું જાેખમ કેટલું છે? આ સવાલ પર, ભૂતપૂર્વ ઉૐર્ં અધિકારીએ કહ્યું કે તેનું જાેખમ ઓછુ છે. વાયરસ એ રીતે મ્યૂટેટ થશે કે વેક્સીનથી મળનારી ઈમ્યુનિટી તેની સામે બેઅસર થશે. તેથી તેનું સતત નિરીક્ષણ કરવું જરૂરી છે. અગાઉ, બ્રિટનની પ્રખ્યાત રોયલ સોસાયટી ઑફ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો કે લાંબા સમયથી કોવિડથી પ્રભાવિત ૫૯ ટકા દર્દીઓ, પ્રારંભિક લક્ષણોના લગભગ એક વર્ષ પછી, અંગ નિષ્ફળતાના કિસ્સાઓ જાેવા મળ્યા છે. આમાં એવા દર્દીઓનો સમાવેશ થાય છે જેઓ પ્રથમ વખત ચેપ લાગ્યા બાદ ગંભીર રીતે બીમાર થયા ન હતા. આ સંશોધનમાં ૫૩૬ એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેઓ લાંબા સમયથી કોવિડથી પ્રભાવિત હતા અને આ દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે આ ૫૩૬ દર્દીઓમાંથી ૩૩૧માં પ્રથમ ચેપની પુષ્ટિ થયાના છ મહિના પછી અંગો બરાબર કામ ના કરવાની માહિતી મળી છે. છ મહિના પછી, સંશોધકોએ આ દર્દીઓ પર ૪૦ મિનિટ લાંબુ ‘મલ્ટી-ઓર્ગન સ્ઇૈં સ્કેન’ કર્યું. તે નિષ્કર્ષમાં એક વાતની પુષ્ટિ થઈ કે કોવિડથી અસરગ્રસ્ત ૨૯ ટકા દર્દીઓમાં કેટલાક અંગો ખરાબ થયા હતા. જ્યારે ૫૯ ટકા દર્દીઓએ ચેપના લગભગ એક વર્ષ પછી એક અંગ ગુમાવ્યું હતું.
