Delhi

AI ની મદદથી પેતરાબાજાેને શોધી નોટિસ ફ્ટકારવાની શરૂઆત કરાઈ

નવીદિલ્હી
આવકવેરા વિભાગે એવા કરદાતાઓ પર વધુ કડકાઈ કરી છે જેઓ વધુ કર મુક્તિ માટે બનાવટી ભાડાની રસીદો અથવા અન્ય કોઈપણ બિલ ઉભા કરી રહ્યા છે. વિભાગ આવા લોકો પર કુલ ટેક્સના ૨૦૦ ટકા સુધીનો દંડ લાદશે. આ સાથે તેમને નોટિસ પણ આપવામાં આવી રહી છે. વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં જમા ભાડાની સંપૂર્ણ વિગતો માંગવામાં આવી રહી છે. તે અન્ય સ્ત્રોતોમાંથી મળેલી માહિતી સાથે પાન કાર્ડમાંથી મળેલી માહિતીની ખરાઈ કરી રહ્યો છે. આ કામમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં)ની મદદ લેવામાં આવી રહી છે. આ કારણે દરેક કરદાતાના નાણાકીય વ્યવહારોની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ૧ લાખ સુધીના ભાડા પર ટેક્સ છૂટ!પ જે જણાવીએ તો, આવકવેરાના નિયમો હેઠળ, જાે કોઈ પગારદાર વ્યક્તિ એક વર્ષમાં ૧ લાખ રૂપિયા સુધીના ભાડા પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. આ માટે તેણે તેના મકાનમાલિકનો પાન કાર્ડ નંબર આપવાની જરૂર નથી. વિભાગના જણાવ્યા અનુસાર, તાજેતરમાં એવું જાેવા મળ્યું છે કે લોકો આ છૂટનો દુરુપયોગ કરી રહ્યા છે અને નકલી રસીદો લગાવી રહ્યા છે. છ કરોડથી વધુ આવકવેરા રિટર્ન!પ.જે જણાવીએ તો, રવિવાર સાંજ સુધીમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે છ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. આ આંકડો ગયા વર્ષે ૩૧ જુલાઈ સુધી ફાઈલ કરવામાં આવેલા આઈટીઆરના આંકડાને પાર કરી ગયો છે. આવકવેરા વિભાગે ટ્‌વીટ કર્યું કે ૩૦ જુલાઈના રોજ સાંજે ૬ઃ૩૦ વાગ્યા સુધી છ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૨૬.૭૬ લાખ આઈટીઆર રવિવારે ફાઈલ કરવામાં આવ્યા હતા. હવે દંડ સાથે ૈં્‌ઇ ફાઈલ કરવું પડશે!પ.જે જણાવીએ તો, આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ છે, જાે તમે તમારું ૈં્‌ઇ ફાઈલ કર્યું છે અને તમારા રિફંડની રાહ જાેઈ રહ્યા છો, તો તમારું રિફંડ આગામી થોડા દિવસોમાં આવી જશે, પરંતુ કેટલાક કરદાતાઓ એવા હશે જેમણે તેમનું ૈં્‌ઇ પણ ફાઈલ કર્યું નથી. અને હવે જે રિફંડ બાકી હતું તે કેવી રીતે મેળવવું તે અંગે ટેન્શનમાં રહેશે, કારણ કે હવે તમારે મોડેથી ૈં્‌ઇ ફાઇલ કરવી પડશે તે પણ દંડ સાથે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *