Delhi

યુવરાજ સિંહની માતાને મળી બદનામ કરવાની ધમકી

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની માતા સાથે બનેલી એક ઘટના સામે આવી છે. યુવીની માતા શબનમ સિંહ સાથે ૪૦ લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલાએ તેમને બદનામ કરવાની ધમકી આપીને આ પૈસાની માંગણી કરી હતી. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે યુવરાજ સિંહની માતાને ધમકી આપનાર મહિલાની ધરપકડ કરી છે. ભારત માટે આઇસીસી વન-ડે વર્લ્ડકપ ૨૦૧૧માં મેચ વિનિંગ પ્રદર્શન કરનાર ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજ સિંહની માતા સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલાએ યુવીની માતા શબનમને બદનામ કરવાની ધમકી આપીને ૪૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. યુવરાજ સિંહની માતાએ પૈસાની વ્યવસ્થા કરવા માટે થોડા દિવસોનો સમય માંગ્યો હતો અને જ્યારે શરૂઆતના ૫ લાખ રૂપિયા આપવાની વાત આવી ત્યારે આરોપી મહિલા પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગઈ હતી. રિપોર્ટ અનુસાર, યુવરાજ સિંહની માતા પાસેથી પૈસા માંગવાના આ મામલે ગુરુગ્રામના ડીએલએફ ફેઝ-૧ પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શબનમ સિંહ પાસેથી પૈસાની માંગણી કરનાર મહિલાને યુવરાજ સિંહના ભાઈ જાેરાવર સિંહની દેખરેખ માટે રાખવામાં આવી હતી. માત્ર ૨૦ દિવસ કામ કર્યા બાદ તેને કાઢી દેવામાં આવી હતી. કહેવાય છે કે આરોપી મહિલાને યુવરાજ સિંહના ભાઈની સંભાળ રાખવા માટે રાખવામાં આવી હતી પરંતુ તેણે તેના ભાઈને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ તો તેઓએ તરત જ આરોપી મહિલાને કામ પરથી હટાવવાનો ર્નિણય લીધો હતો. કામ પરથી હટાવ્યા બાદ આરોપી મહિલા યુવરાજ સિંહની માતા શબનમ સિંહને મેસેજ અને કોલ કરતી હતી. તેના પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. આરોપી મહિલાએ પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી અને બદલામાં ૪૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *