Delhi

અતિક અહેમદના છેલ્લા શબ્દો!… મુખ્ય વાત એ છે કે ગુડ્ડુ મુસ્લિમ…

નવીદિલ્હી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે બની જ્યારે અતીક મીડિયા સાથે વાત કરી રહ્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ મીડિયાના કેમેરા સામે અતીક અને અશરફને નિશાન બનાવ્યા હતા. પ્રયાગરાજમાં માફિયા ડોન અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના પ્રયાગરાજની મેડિકલ કોલેજ બહાર બની હતી. ૧૩ એપ્રિલે ઝાંસી જિલ્લાના પરીછા વિસ્તારમાં અતીકના દીકરા અસદ અને તેના સાથી મોહમ્મદ ગુલામનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઈ ગયા હતા. આજે જ અતીક અહમદના દીકરા અસદને પોલીસની કડક સુરક્ષા વચ્ચે કસારી-મસારી શ્મશાનગૃહમાં દફનાવામાં આવ્યો હતો. હત્યા પહેલા અતિકને મીડિયાએ સવાલ પૂછ્યો કે જાે તમને અંતિમ સંસ્કારમાં ન લઈ જવામાં આવ્યા તો અતિકે આના પર કંઈક કહ્યું હતું અને ત્યારે અશરફે કહ્યું કે મુખ્ય વાત એ છે કે ગુડ્ડુ મુસ્લિમ છે. અને તે સાથે જ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું અને બંનેની હત્યા થઈ ગઈ હતી. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. આ દરમિયાન પહેલી ગોળી અતીક અહેમદના માથામાં સીધી વાગી અને તે જમીન પર પડી ગયો હતો. અશરફ કંઈ સમજે તે પહેલા તે પણ હુમલાખોરોના અનેક રાઉન્ડ ફાયરિંગનો શિકાર બન્યો હતો. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તે પહેલા જ મૃત્યુ પામ્યો હતો. બંનેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે આ ઘટના બની હતી. ઉમેશ પાલ હત્યાકાંડ સાથે જાેડાયેલ પાત્ર સામે આવી ચુક્યા છે. હત્યામાં સામેલ ચાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તેમાં અતીક અહમદ અને તેનો દીકરો અસદ અહમદ પર માર્યા ગયા છે. તેઓ પણ તેમાં સામેલ હતા. આ ઉપરાંત મુખ્ય ષડયંત્ર કર્તા અતીક અહમદ અને તેનો ભાઈ અશરફ પોલીસ રિમાન્ડમાં હતા. અતીકનો બીજાે દીકરો પણ નૈની જેલમાં બંધ છે. બે સગીર દીકરા બાળ સુધાર ગૃહમાં છે. અતીકની પત્ની શાઈસ્તા પરવીન, બહેન નૂરી અને તેની બે દીકરી, અશરફની પત્ની જૈનબ ફરાર ચાલી રહી છે. પોલીસ તેની શોધી રહી છે. કોણ છે ગુડ્ડુ મુસ્લિમ?.. આ તમામ ઉપરાંત અન્ય એક નામ છે, જેની સૌથી વધારે ચર્ચા છે. અને આજે થયેલા હત્યાકાંડમાં અતીકે જે છેલ્લે નામ લીધું ગુડ્ડુ મુસ્લિમ છે. આ એજ ગુડ્ડુ મુસ્લિમ છે, જેણે ઉમેશ પાલની હત્યા દરમ્યાન એક પછી એક કેટલાય બોમ્બ ધમાકા કર્યા હતા. ગુડ્ડુ મુસ્લિમને બમબાઝ ગુડ્ડુ પણ કહેવાય છે. અસદના એન્કાઉન્ટર બાદ ગુડ્ડુને પકડવાની કોશિશ થઈ રહી છે. અફવા છે કે, તેનું પણ એન્કાઉંટર થઈ ગયું છે, જાે કે, પોલીસે આ વાતને રદીયો આપ્યો હતો. ગુડ્ડુ મુસ્લિમને ઓળખનારા લોકોનું કહેવું છે કે, તે શરૂઆતથી જ બદમાશ હતો. તેમનો જન્મ અલ્હાબાદ (હાલ પ્રયાગરાજ)માં થયો હતો. શાળાના દિવસોથી જ તે લૂંટ અને છેડતી જેવા કેસોમાં સામેલ થવા લાગ્યો હતો. આ દરમિયાન તે ઘણા મોટા બદમાશોના સંપર્કમાં આવ્યો હતો. કહેવાય છે કે ત્યારથી તેણે બોમ્બ બનાવવાનું શરૂ કર્યું હતું. રોજેરોજ ગુંડાગીરી અને મારપીટની ફરિયાદોથી પરેશાન પરિવારના સભ્યોએ તેને લખનઉ ભણવા મોકલી દીધો હતો. પરંતુ અહીંથી ગુડ્ડુ મુસ્લિમે મોટા ગુના કરવા માંડ્યા. કહેવાય છે કે અહીં તેઓ પૂર્વાંચલના બે મજબૂત નેતાઓ અભય સિંહ અને ધનંજય સિંહને મળ્યો હતો. તે દિવસોમાં તેઓ લખનઉ યુનિવર્સિટીમાં જ ભણતા હતા. અતીક અહેમદની એક પત્ની છે, જેનું નામ શાઈસ્તા પરવીન છે. તો વળી તેને કુલ પાંચ દીકરા છે. તેમાંથી સૌથી મોટો દીકરો ઉમર અહમદ છે. ત્યાર બાદ બીજા નંબર પર અલી અહમદ. અસદ અહમદ ત્રીજા નંબરનો દીકરો હતો. તો વળી આઝમ અહમદ ચોથા નંબર અને અબાન અહમદ પાંચમો દીકરો છે. આઝમ ધોરણ ૧૦માં ભણી રહ્યો છે. જ્યારે અબાન ધોરણ ૮માં ભણી રહ્યો છે.

Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *