Delhi

અદાણી ગ્રુપે પોતાના રેવન્યુ ગ્રોથ ટાર્ગેટને ૫૦% કરી દીધો

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટ આજે સોમવારે (૧૩ ફેબ્રુઆરી)અદાણી ગ્રુપ સામે હિંડનબર્ગના રિપોર્ટ સબંધીત બે જાહેરહિતની અરજીઓ પર સુનાવણી કરશે. એડવોકેટ એમએલ શર્મા અને વિશાલ તિવારીએ આ જાહેરહિતની અરજી કરી હતી. આ અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે હિંડનબર્ગે શેરોને શોર્ટ સેલ કર્યા જેથી રોકાણકોરાને ભારે નુકશાન થયું છે. આ મામલે પહેલી સુનાવણી શુક્રવારે (૧૦ ફેબ્રુઆરી)એ થઈ હતી. આ દરમિયાન ચીફ જસ્ટીસ ડી વાય ચન્દ્રચુડ અને જસ્ટીસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાએ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા પાસે ભવિષ્યમાં રોકાણકારોની સુરક્ષા માટે શું પગલા ભરવામાં આવી રહ્યા છે, તે બાબતે સુચનો માંગ્યા હતા. સેબી તરફથી સોલિસિટક જનરલ તુષાર મહેતાને કોર્ટે કહ્યું હતું કે આ મામલે સોમવારે સંપુર્ણ જાણકારી સાથે આવજાે. આ તરફ, અદાણી ગ્રુપે પોતાના રેવન્યુ ગ્રોથ ટાર્ગેટને ૫૦% કરી દીધો છે. અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે હિંડનબર્ગના શેરોને શોર્ટ સેલ કરાયા, જેથી રોકાણકારોને મોટું નુકશાન થયું. તિવારીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટે દેશની છબીને ધુંધળી કરી છે. તેણે અર્થવ્યવસ્થાને અસર પહોંચાડી છે. જ્યારે, શર્માની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે રિપોર્ટ પર મીડિયાના પ્રચારે બજારોને અસર પહોંચાડી છે, અને હિંડનબર્ગના ફાઉન્ડર નાથન એન્ડરસન પણ સેબીને પોતાના દાવાના પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે. મનોહર લાલ શર્માએ અરજીમાં સેબી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ હિંડનબર્ગ રિસર્ચ ફાઉન્ડર નાથન એન્ડરસન અને ભારતમાં તેના સાથીદારો સામે તપાસ કરવા અને એફઆઇઆર નોંધવા માટેના નિર્દેશ આપવા માટની માંગ કરવામાં આવી છે.વિશાલ તિવારીએ જીઝ્રના રિટાયર્ડ જજની અધ્યક્ષતાવાળી એક કમિટી બનાવીને હિંડનબર્ગ રિપોર્ટની તપાસ કરવાની માંગ કરી છે. તિવારીએ પોતાની અરજીમાં લોકોની તે હાલત બાબતે પણ જણાવ્યું હતું કે જ્યારે શેરના ભાવમાં ઘટાડો થાય છે.૨૪ જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથને લગતો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં ગ્રુપ પર મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટ બાદ ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર શુક્રવારે એટલે કે ૩ ફેબ્રુઆરીએ રૂ. ૧૦૦૦ની નજીક પહોંચી ગયો હતો. જાે કે, પાછળથી તે રિકવર થઈ ગયો હતો.અદાણી ગ્રુપે પોતાના રેવન્યુ ગ્રોથને પચાસ ટકા ઘટાડી દીધો છે. બ્લુમબર્ગે આ મામલાના પરિચિત લોકોને ટાંકીને જણાવ્યું હતુ કે અદાણી ગ્રુપ આગામી નાણાકીય વર્ષ માટે ૧૫% થી ૨૦%નો રેવન્યુ ગ્રોથ માટેનો ટાર્ગેટ રાખી રહ્યું છે, જે ખરેખરના ટાર્ગેટ ૪૦%થી ઓછો છે. ગૌતમ અદાણીની કન્ટ્રોલ લિસ્ટેડ કેપનીઓને ૨૪ જાન્યુઆરીએ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદથી માર્કેટ વેલ્યુંમાં ૧૦૦ બિલિયન ડોલક કરતા પણ વધુનું નુકશાન થયું છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં ઘટાડાને જાેતા શુક્રવારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને ૪.૭૮ લાખ રુપિયા (૫૮ અબજ ડોલર) થઈ ગઈ હતી. આ એક દિવસ પહેલા સુધી ૬૦ અબજ ડોલરની ઉપર હતી. અદાણીની નેટવર્થમાં શુક્રવારે ૧૯.૮૦ હજાર રુપિયા (૨.૪ અબજ ડોલર)નો ઘટાડો થયો. આ ઘટાડાના કારણે તેઓ ફોર્બ્સની રિયલ ટાઈમ બિલેનિયરની યાદીમાં ૧૭માં નંબરેથી સરકીને ૨૨માં નંબરે આવી ગયા હતા.અદાણી ગ્રુપના તમામ સ્ટોક્સમાં આજે રૂિ ઘટાડો છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝમાં ૨%થી વધુનો ઘટાડો છે. પોર્ટના શેરમાં લગભગ ૧.૫%નો ઘટાડો છે. જ્યારે, અદાણી વિલ્મર, પાવર, ગેસ, ટ્રાન્સમિશન, એનડીટિવીમાં ૫%નો ઘટાડો છે. ગ્રુપની સીમેન્ટ કંપની છઝ્રઝ્ર અને અંબુજામાં લગભગ ૨%નો ઘટાડો છે. આ પહેલા શુક્રવારે અદાણી એન્ટરપ્રાઇઝનાં શેરમાં ૩.૭૮%નાં ઘટાડા સાથે ૧,૮૫૩ રુપિયા પર બંધ થયો હતો. અદાણી વિલ્મર ૧.૨૧% ઘટ્યો. આ ઉપરાંત અદાણી ટ્રાન્સમિશન, ગેસ, પાવર અને ગ્રીનમાં ૫-૫%નો ઘટાડો જાેવા મળી રહ્યો હતો.દરમિયાન અદાણી ગ્રૂપને લગતા સમાચારો આવતા રહે છે અને તેની અસર ગ્રૂપની કંપનીઓના લિસ્ટેડ શેર પર રોજ જાેવા મળી રહી છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં કેટલાક દિવસોથી ભારે વધઘટ જાેવા મળી રહી છે. અદાણી જૂથની ત્રણ કંપનીઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે વધારાના શેર ગીરવે મૂક્યા છે. થોડા દિવસો પહેલા, અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ દ્વારા અદાણી પર છેતરપિંડીનો આરોપ લગાવ્યાના અહેવાલ પછી, તેના બજાર મૂલ્યમાં લગભગ ઇં ૧૨૦ બિલિયનનું નુકસાન થયું છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *