Delhi

અમેરિકાનો દાવો, ‘PMના નેતૃત્વમાં પાકિસ્તાનની કોઈ પણ ઉશ્કેરણીનો જવાબ આપી શકે ભારત’

નવીદિલ્હી
અમેરિકાનાં ગુપ્તચર સમૂહના એક વાર્ષિક રિપોર્ટમાં મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં ભારતનાં વૈશ્વિક રાજકીય પરિદ્રશ્ય અંગે ઘણી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ રિપોર્ટનું માનીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત પાકિસ્તાન તરફથી કોઈ પણ ઉશ્કેરણીનો સૈન્ય જવાબ આપે તેની સંભાવના વધુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંકટ વધુ ગંભીર છે, કેમ કે બંને પરમાણુ તાકાત સંપન્ન દેશ છે. અમેરિકાનાં ગુપ્તચર સમૂહ દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતા આ રિપોર્ટમાં ભારત માટેનાં જાેખમોનું પણ આકલન કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગનાં નિર્દેશકનાં કાર્યાલય દ્વારા અમેરિકન કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ભારત-ચીન દ્વિપક્ષીય સરહદ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા પ્રયત્નશીલ છે, પણ ૨૦૨૦માં બંને દેશોની સેના વચ્ચે થયેલા સંઘર્ષને જાેતાં સંબંધ તણાવપૂર્ણ જ રહેશે. આ ઘટના બાદ બંને દેશો વચ્ચેના સંબંધ ગંભીર સ્તર પર છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, સરહદ વિવાદ વચ્ચે ભારત અને ચીન દ્વારા સૈન્યનું વિસ્તરણ બંને પરમાણુ તાકાત વચ્ચેનાં સશસ્ત્ર ટકરાવનાં જાેખમને વધારે છે, જેનાથી અમેરિકાનાં લોકો તથા તેમનાં હિતો સામે જાેખમ સર્જાઈ શકે છે. તેમાં અમેરિકાનાં હસ્તક્ષેપની માગ કરવામાં આવે છે. છેલ્લા ગતિરોધને જાેતાં સ્પષ્ટ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પર સતત નિમ્ન સ્તરનો સંઘર્ષ ઝડપથી વધી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ વધુ ચિંતાનો વિષય છે. જાે કે બંને દેશો સંભવિત રીતે ૨૦૨૧ની શરૂઆતમાં નિયંત્રણ રેખા પર સંઘર્ષવિરામ માટે સહમત થયા ત્યારબાદ પોતાના સંબંધ મજબૂત રાખવા માટે ઈચ્છુક છે. જાે કે પાકિસ્તાનનો આતંકવાદી સમૂહોને સમર્થનનો લાંબો ઈતિહાસ રહ્યો છે અને પીએમ મોદીનાં નેતૃત્વમાં પાકિસ્તાનની ઉશ્કેરણીનો જવાબ હવે ભારત પહેલાથી વધુ સૈન્ય બળ સાથે આપે તેની આશંકા છે. કોવિડ ૧૯ મહામારી ઉપરાંત યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ગરીબી વધી છે. સાથે જ આર્થિક વિકાસમાં યુદ્ધે અવરોધ ઉભો કર્યો છે. ઘરેલુ અશાંતિ, ઉગ્રવાદ, લોકતાંત્રિક મોરચે પીછેહઠ અને આપખુદશાહી માટે પરિપક્વ સ્થિતિમાં વધારો થયો છે. યુક્રેન યુદ્ધે સાબિત કર્યું છે કે આંતરરાજ્ય સંઘર્ષ ફક્ત પ્રત્યક્ષ રીતે સામેલ પક્ષોને જ પ્રભાવિત નથી કરતો, પણ ક્ષેત્રીય તેમજ સુરક્ષા, આર્થિક અને માનવીય પ્રભાવ પણ પાડે છે. જેના પર અમેરિકાએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *