Delhi

અરમાન મલિકે પોતાના દીકારા Zaid Malikનો ચહેરો કર્યો રિવીલ, કરાવ્યું પહેલું ફોટોશૂટ

નવીદિલ્હી
ફેમસ યુટ્યુબર અરમાન મલિક કોઈના કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેની પોતાની બજી પત્ની કૃતિકા મલિકે દીકરાને જન્મ આપ્યો છે, જેનું નામ ઝૈદ મલિક રાખવામાં આવ્યું છે. તે પોતાના વ્લોગ દ્વારા તમામ વસ્તુઓ શેર કરે છે. નામ જાહેર કર્યા પછી, હવે અરમાને તેના પુત્રનો ચહેરો પણ બતાવ્યો છે. અરમાન અને કૃતિકાએ તેમના પુત્ર સાથે પહેલું ફોટોશૂટ પણ કરાવ્યું છે. ઉપરાંત, આ વ્લોગમાં કૃતિકા તેના પુત્રને વ્લોગ વિશે સમજાવતી જાેવા મળે છે. અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા તાજેતરમાં જ માતા બની છે. અરમાન રોજ પોતાની યુટ્યુબ ચેનલ પર નવા-નવા વ્લોગમાં બાળકો અને પોતાના પરિવાર સાથે જાેડાયેલી અપડેટ શેર કરે છે. ફેન્સ પણ તેના વીડિયોને ખૂબ જ પસંદ કરે છે. લેટેસ્ટ વીડિયોમાં તેણે પોતાના બાળકનું મોઢું બતાવ્યું છે. ફેન્સ આ પળની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. વળી કૃતિકા પણ પોતાના દીકરાને કહેતી જાેવા મળે છે કે તારે મોટો થઈને આ રીતે વ્લોગ બનાવવાના છે. તેમજ, અરમાન અને કૃતિકાએ તેમના બાળક સાથે પહેલું ફોટોશૂટ પણ કરાવ્યું છે, જેના વિશે તેઓએ આ વ્લોગમાં શેર કર્યું છે. આ દરમિયાન કૃતિકાએ પુત્ર ઝૈદને શ્રેષ્ઠ ભેટ ગણાવી અને ભાવુક પણ જાેવા મળી હતી. અરમાન અને કૃતિકાએ તેમના બાળકનું નામ ઝૈદ મલિક રાખ્યું છે. આ માટે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે જ્યારે અરમાન હિન્દુ છે તો તેણે પોતાના બાળકનું નામ મુસ્લિમ કેમ રાખ્યું છે? તેના પર અરમાને કહ્યું કે તે તમામ ધર્મોને સમાન માને છે. આ પછી, તેણે એમ પણ કહ્યું કે તે તેના અને પાયલના ભાવિ બાળકોમાંથી એકનું નામ શીખ અને બીજાનું નામ ખ્રિસ્તી રાખશે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *