Delhi

અસદ અહમદ એનકાઉન્ટરને લઇને બોલિવૂડ બિન્દાસ ગર્લ કંગના રનૌતે પણ રિએક્શન આપ્યુ

નવીદિલ્હી
કહેવાય છે કે ખરાબ માણસનો અંત ખરાબ જ આવે છે. ગુરુવારના રોજ ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અસદ અહમદ અને ગુલામ યુપીને એક સાથે મારવામાં આવ્યા. આ એન્કાઉન્ટરને લઇને હાલમાં ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. આમ, આ વાતને લઇને હાલમાં અનેક લોકો ખુશ થઇ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો નારાજગી બતાવી રહ્યા છે. આ વચ્ચે બોલિવૂડની બિન્દાસ ગર્લ કંગના રનૌતે પણ રિએક્શન આપ્યુ છે. યુપીથી લઇને અનેક શહેરોમાં લોકો આ વાતને લઇને ખુશ થઇ ગયા છે. એન્કાઉન્ટર પછી એક્ટ્રેસ કંગના રનૌતે ટિ્‌વટ કર્યુ છે. આ સાથે જ એને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો એક વિડીયો શેર કરતા લખ્યુ છે કે..મેરે ભૈયા યોગી આદિત્યનાથ જેવું કોઇ નથી. આ સાથે જ કંગનાએ આ વિડીયોમાં લખ્યુ છે કે અગર તુમ બુરે હો તો મૈં તુમ્હારા પિતા હૂં..જણાવી દઇએ કે ગુરુવારના રોજ ઉમેશ હત્યાકાંડનો આરોપી અસદ અને ગુલાબ ઝાંસી ગયા હતા. અહીંયા અસદને સરેન્ડર કરવાની જગ્યાએ પોલીસ પર ગોળીઓ ચલાવી અને જવાબી કાર્યવાહીમાં બન્ને મારવામાં આવ્યા. આ સાથે જ કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કૃષનો લુક શેયર કર્યો છે અને નવી આવનારી ફિલ્મને લઇને વાત કરી છે. જાે કે ફિલમ સાથે જાેડાયેલી કોઇ વાત શેરી કરી નથી. કંગના જલદી પી વસુની ફિલ્મ ચંદ્રમુખી ૨માં નજર આવશે. આ બ્લોકબસ્ટર હિટ તમિલ હોરર કોમેડિ ફિલ્મ ચંદ્રમુખીની આગળની કડી છે, જેમાં રજનીકાંત અને જ્યોતિકાએ મુખ્ય ભુમિકા નિભાવી હતી. ચંદ્રમુખી ૨માં કંગના રાજાના દરબારમાં એક નર્તકીની ભૂમિકામાં જાેવા મળશે, જે એની સુંદરતા અને ડાન્સ માટે જાણીતી હતી. આ સિવાય કંગના આગામી પિરિયડ ડ્રામા ફિલ્મ ઇમરજન્સીમાં જાેવા મળશે. આ કંગનાની પહેલી સિંગલ ડાયરેક્ટ ફિલ્મ પણ છે. આ ફિલ્મમાં કંગના ઇન્દિરા ગાંધીની મુખ્ય ભુમિકામાં જાેવા મળશે. નોંધનીય છે કે, અસદ અહેમદનો મૃતદેહ એના દાદાના ઘરે સોંપવામાં આવશે. આ સાથે જ ગુલામના પરિવારના સભ્યોએ એને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મળતી માહિતી અનુસાર હવે પોલીસ પોતે ગુલામનો મૃતદેહ દફનાવશે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *