Delhi

આ યુગમાં કોઈપણ રાષ્ટ્ર માટે પોતાની જાતને મજબૂત રાખવી જરૂરી છે, ભારત હંમેશા યુદ્ધની વિરુદ્ધ રહ્યું છે ઃ રક્ષા મંત્રી રાજનાથ

નવીદિલ્હી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘રાષ્ટ્રોની પ્રાથમિકતાઓ અને હિતોના બદલાતા આ યુગમાં કોઈપણ રાષ્ટ્ર માટે પોતાની જાતને મજબૂત રાખવી જરૂરી છે. ભારત હંમેશા યુદ્ધની વિરુદ્ધ રહ્યું છે. અમારી સશસ્ત્ર દળો હંમેશા કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. થોડા અઠવાડિયા પહેલા ચીની સેનાએ અરુણાચલના તવાંગમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ચીનીઓને કહેવામાં આવ્યું હતું કે અમારી ધરતી પર પગ પણ ન મૂકે. પરંતુ તેઓ સહમત ન થયા પરિણામે બંને વચ્ચે ઘર્ષણ થયું અને ચીની સૈનિકો પાછા ફર્યા. ભારત ચીન સાથે ત્રણ હજાર કિલોમીટરની સરહદ વહેંચે છે. ન્છઝ્ર પર ‘ડ્રેગન’ના કાળા કૃત્યનો સામનો કરવા માટે ભારત દરેક મોરચે પોતાને સશક્ત બનાવી રહ્યું છે. રસ્તાઓ, ટનલથી લઈને પુલો સુધી વિકાસનું નેટવર્ક ઝડપથી ફેલાઈ રહ્યું છે. તવાંગ અથડામણ પછી પ્રથમવાર અરૂણાચલ પ્રદેશ પહોંચેલા રાજનાથ સિંહ દુશ્મનો પર વરસ્યા પણ ખુબ હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘રાષ્ટ્રોની પ્રાથમિકતાઓ અને હિતોના બદલાતા આ યુગમાં કોઈપણ રાષ્ટ્ર માટે પોતાની જાતને મજબૂત રાખવી જરૂરી છે. ભારત હંમેશા યુદ્ધની વિરુદ્ધ રહ્યું છે. અમારી સશસ્ત્ર દળો હંમેશા કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે અને મ્ઇર્ં તેમની સાથે ચાલી રહ્યું છે.” તેમણે કહ્યું કે મ્ઇર્ં (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન) એ તાજેતરના ભૂતકાળમાં જે ભાવના અને ઝડપ સાથે વિકાસ કાર્યો હાથ ધર્યા છે તે પ્રશંસનીય છે. વધુમાં વધુ સરહદી વિસ્તારોને જાેડવાની યોજના સરકારની પ્રાથમિકતામાં છે, જેથી ત્યાં રહેતા લોકોના વિકાસની સાથે સાથે તેઓમાં સિસ્ટમમાં વિશ્વાસની ભાવના કેળવી શકાય. છેલ્લા ૮ વર્ષમાં બીઆરઓએ સરહદી વિસ્તારોમાં કરેલી પ્રગતિએ સેનાનું કામ ઘણું સરળ બનાવ્યું છે. યુદ્ધ સમયે સેનાને હથિયારોથી સજ્જ કરીને રાશન સુધી પહોંચવું પડે છે. જ્યાં ચારેબાજુ બરફ છે ત્યાં હજારો ફૂટની ઉંચાઈ સુધી લોજિસ્ટિક્સ પહોંચાડવાનું પડકારજનક હતું. બીઆરઓએ હવે લદ્દાખની ઉપર પણ હેલિપેડ બનાવ્યા છે. રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને ઘણી ટનલ પણ બનાવવામાં આવી છે. હવે સેનાને કંઈપણ મોકલવાનું કામ થોડા કલાકોમાં થઈ જાય છે. રક્ષા મંત્રીએ દેશભરમાં કુલ ૨૨ બોર્ડર બ્રિજનું ઈ-ઉદઘાટન કર્યું. આ ૨૨ બ્રિજમાંથી અરુણાચલ પ્રદેશમાં સિયાંગ જિલ્લામાં સિયામ બ્રિજ સહિત કુલ ૦૪ બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ સિવાય પૂર્વી લદ્દાખમાં ચીનને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા પર કુલ ૦૮ નવા પુલ બનાવવામાં આવ્યા છે. રાજનાથ સિંહે કહ્યું કે આજે હું દેશના સરહદી વિસ્તારોમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા બનાવવામાં આવેલ ૨૮ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં ખૂબ જ આનંદ અને ગર્વ અનુભવી રહ્યો છું.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *