નવીદિલ્હી
અલ નીનોથી ભારતના ચોમાસા પર ખતરો છે. તેનાથી સામાન્યથી ઓછો વરસાદ થશે. તે જૂનથી ઓગસ્ટની વચ્ચે એક્ટિવ થઈ શકે છે. અમેરિકાના હવામાન વિભાગ રાષ્ટ્રીય મહાસાગરીય અને વાયુમંડળીય પ્રશાસને ભારતને સચેત કરતા આ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં આ ગાળા દરમિયાન અલ નીનોની સ્થિતી બનવાનું અનુમાન ૪૯ ટકા અને સામાન્ય સ્થિતી રહેવાનું અનુમાન ૪૭ ટકા જતાવ્યું છે. એનઓએએએ કહ્યું કે, ભારતમાં અલ નીનોની સીધી અસર ચોમાસાના વરસાદ પર પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકી હવામાન એજન્સી તરફથી સતત બીજા મહિને અલ નીનોને લઈને અનુમાન લગાવ્યું છે. આ અગાઉ જાન્યુઆરીમાં પણ એજન્સી તરફથી આ અનુમાન જતાવવામાં આવ્યું હતું. જાે કે, જાન્યુઆરીના રિપોર્ટમાં જૂલાઈ બાદ અલ નીનોની સ્થિતી બનવાની વાત કહેવાઈ હતી. ૫૭ ટકા એક્ટિવ થવાની સંભાવનાઃ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, અલ નીનો જૂલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ૫૭ ટકા સુધી એક્ટિવ થવાનું અનુમાન છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન કેવી સ્થિતી રહેશે, આ તસ્વીર એપ્રિલ-મે મહિનાની આજૂબાજૂમાં સ્પષ્ટ થઈ જશે. ભારતીય નિષ્ણાંતોએ કહ્યું કે, ચોમાસા પર હાલમાં કંઈ પણ કહેવું ઉતાવળ હશે. એજન્સીએ પોતાનું આ મોડલ અનુમાન જાન્યુઆરીની સ્થિતીને ધ્યાનમાં રાખતા જાહેર કર્યું છે, જ્યારે બાદના મહિનામાં કંઈક ફેરફાર થઈ શકે છે. કોટ્ટાયમમાં ઈંસ્ટીટ્યૂટ ફોર ક્લાઈમે્ટ ચેન્જ સ્ટડીઝના નિર્દેશક ડી શિવાનંદ પઈએ આ રિપોર્ટ પર કહ્યું કે, જાે સતત બે મહિના સુધી કોઈ મોડલમાં અલ નીનોના સંકેત આપવામાં આવે તો, તેને ગંભીરતાથી લેવાની જરુર છે. પણ ચોમાસાને લઈને એક સ્પષ્ટ તસ્વીર એપ્રિલ-મે મહિનામાં જ ઉભરી શકે છે. કારણ કે પ્રશાંત વિસ્તારમાં વસંતની મૌસમ બાદ સ્થિતીઓમાં ફેરફાર થઈ શકે છે. પઈએ કહ્યું કે, અલ નીનો અને ભારતીય ચોમાસામાં એકદમ ઉલ્ટો સંબંધ છે. જાે કોઈ વર્ષ અલ નીનોની સ્થિતી બને છે, તો તે વર્ષએ ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા ખૂબ ઓછો થાય છે. પણ આ બંને વચ્ચે તે આમને સામનેનો સંબંધ નથી. હિંદ મહાસાગરની સ્થિતી, યૂરેશિયનમાં છવાતી બરફની ચાદર અને આંતરિક મૌસમનું અંતર જેવા કેટલાય કારણ ભારતમાં ચોમાસાની સ્થિતી પર અસર પાડી શકે છે.


