Delhi

આખી દુનિયા મળીને જેટલી સ્ટીલ બનાવે છે, એનાથી વધારે આ દેશ પાસે છે સ્ટીલ

નવીદિલ્હી
સ્ટીલ ઉત્પાદન આર્થિક અને ઔદ્યોગિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે તે એક મુખ્ય ઘટક છે. તે પુલ, ઇમારતો અને અન્ય માળખાકીય એકમોના નિર્માણ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ વાહન ઉત્પાદન, જહાજ નિર્માણ, મશીનરી ઉત્પાદન, ખાતર ઉત્પાદન વગેરે જેવા વિવિધ ઉદ્યોગોમાં થાય છે. શું તમે જાણો છો કે, વિશ્વમાં સૌથી વધુ સ્ટીલ ઉત્પાદક કયો દેશ છે? રસપ્રદ વાત એ છે કે, વિશ્વનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ એકલો એટલું સ્ટીલ બનાવે છે કે, આખું વિશ્વ એકસાથે પણ એટલું ન બનાવી શકે.તાજેતરમાં વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર એવા દેશોની યાદી બહાર પાડી છે, જ્યાં મહત્તમ સ્ટીલનું ઉત્પાદન થાય છે. આ યાદીમાં ચીન, ભારત, જાપાન, અમેરિકા, રશિયા, દક્ષિણ કોરિયા, જર્મની, તુર્કી, બ્રાઝિલ અને ઈરાન જેવા દેશોનો સમાવેશ થાય છે.

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *