નવીદિલ્હી
ભારતનું ય્૨૦ સેક્રેટરિયેટ અને યુનાઈટેડ નેશન્સ ઇન્ડિયા કન્ટ્રી ઓફિસ, આજે (૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩), શુક્રવારના રોજ નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં એક દિવસીય “મોડલ ય્૨૦ મીટિંગ” આયોજિત કરશે.
પ્રથમ સત્તાવાર મોડલ ય્૨૦ ઇવેન્ટ એ ય્૨૦ મીટિંગ માટે એક સિમ્યુલેશન એક્સરસાઇઝ હશે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ય્૨૦, અતિથિ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓની ભૂમિકા નિભાવશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતના ય્૨૦ માટેના શેરપા અમિતાભ કાંત અને યુનાઇટેડ નેશન્સ ઇન્ડિયા રેસિડેન્ટ કોઓર્ડિનેટર શ્રી શોમ્બી શાર્પ દ્વારા કરવામાં આવશે.
આ મોડલ મીટિંગમાં દિલ્હી-એનસીઆરની કુલ ૮ શાળાઓ હિસ્સો લેશે, જેમાં આંતરરાષ્ટ્રીય શાળાઓ, ખાનગી શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયનો સમાવેશ થાય છે. કુલ મળીને, આ મીટિંગમાં ૬૦થી વધુ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેશે, જેઓ ય્૨૦ના ૧૦ દેશો સહિત ૧૨ રાષ્ટ્રીયતાઓ (નેશનાલિટીઝ)નું પ્રતિનિધિત્વ કરશે.
આ મીટિંગ દરમિયાન, વિદ્યાર્થીઓ ‘યુથ ફોર ન્ૈહ્લઈ (પર્યાવરણ માટે જીવનશૈલી)’ ની થીમ પર ચર્ચા કરશે. તેઓ ક્લાઇમેટ એક્શન માટે ન્ૈહ્લઈ ને જન અભિયાન બનાવવામાં વૈશ્વિક યુવાઓ ભજવી શકે તેવી અગ્રણી ભૂમિકા પર ચર્ચા કરશે અને આ મુદ્દે તેમના વિચારોનું આદાનપ્રદાન કરશે.
ઉલ્લેખનીય છે કે, ગ્લાસગોમાં યોજાયેલી ૨૬મી સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ (ર્ઝ્રંઁ૨૬)માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્ૈહ્લઈનો વિચાર રજૂ કર્યો હતો. આ વિચાર પર્યાવરણને લગતી સભાન જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે જે ‘વિવેકહીન અને નકામા વપરાશ’ને બદલે ‘ધ્યાનપૂર્વક અને ઇરાદાપૂર્વકના ઉપયોગ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ન્ૈહ્લઈ અભિયાનનો ઉદ્દેશ સામૂહિક શક્તિનો ઉપયોગ કરી વિશ્વભરની વ્યક્તિઓને તેમના રોજિંદા જીવનમાં સરળ આબોહવા-મૈત્રીપૂર્ણ ક્રિયાઓ કરવા માટે પ્રેરિત કરવાનો છે. ન્ૈહ્લઈ અભિયાનનો હેતુ યુવાનો અને સામાજિક નેટવર્ક્સની શક્તિનો ઉપયોગ કરીને આબોહવા અંગેના સામાજિક વલણને બદલવાનો પણ છે. “પ્રો-પ્લેનેટ પીપલ” (ઁ૩), લોકોનું વૈશ્વિક નેટવર્ક કે જેઓ પર્યાવરણીય રીતે ટકાઉ જીવનશૈલીને અપનાવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે, ન્ૈહ્લઈ તેવા વ્યક્તિઓનું વૈશ્વિક નેટવર્ક બનાવવા અને તેનું જતન કરવાની યોજના ધરાવે છે. ઁ૩ સમુદાય દ્વારા ન્ૈહ્લઈ એક ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરે છે જે પર્યાવરણને અનુકૂળ વર્તણૂકોને સ્વ- ર્નિભર બનવા માટે સક્ષમ કરશે.
ન્ૈહ્લઈ એ હાલમાં પ્રચલિત ‘ઉપયોગ-અને-નિકાલ’ અર્થવ્યવસ્થાને બદલીને સર્ક્યુલર ઈકોનોમી પર ભાર આપશે જે ધ્યાનપૂર્વક અને ઇરાદાપૂર્વકના ઉપયોગને પ્રોત્સાહિત કરશે.
‘યુથ ફોર લાઈફ’ને મોડેલ ય્૨૦ ઈવેન્ટની થીમ તરીકે પસંદ કરવામાં આવી હતી જેમાં વિશ્વના યુવાન, પરિવર્તન એજન્ટ તરીકે કામ કરી શકે છે, જે ન્ૈહ્લઈ પ્રોગ્રામ દ્વારા ક્લાઇમેટ એક્શનમાં ભાગ ભજવી શકે છે.
દિવસ દરમિયાન ચાલનાર આ ચર્ચાનો ધ્યેય “યુવાઓની આગેવાની હેઠળના મિશન ન્ૈહ્લઈ માટે માર્ગદર્શક સિદ્ધાંતો” નામના દસ્તાવેજને સર્વસંમતિથી સમર્થન આપવાનો છે. અંતિમ અહેવાલ ઔપચારિક રૂ૨૦ મીટિંગમાં સમીક્ષા માટે ય્૨૦ યુથ એન્ગેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષને સોંપવામાં આવશે.
