Delhi

આવી રહ્યું છે આ વર્ષનું સૌથી પહેલું વાવાઝોડું!.. આ રાજ્યોમાં થઈ શકે અસર? ઃIMD

નવીદિલ્હી
ભારતીય હવામાન વિભાગ (ૈંહઙ્ઘૈટ્ઠ સ્ીંર્ીર્િર્ઙ્મખ્તૈષ્ઠટ્ઠઙ્મ ડ્ઢીॅટ્ઠિંદ્બીહં – ૈંસ્ડ્ઢ)એ મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ૈંસ્ડ્ઢએ કહ્યું છે કે ૬ મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે અને પરિણામે આગામી ૪૮ કલાકમાં હવાનું દબાણ નીચું રહેવાની શક્યતાઓ છે. વર્ષ ૨૦૨૩નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી કરવામાં આવી છે. ૈંસ્ડ્ઢ અનુસાર, ૬ મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના છે. આ અંગે ૈંસ્ડ્ઢના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, ‘કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે. અમે જાેઈ રહ્યા છીએ. અપડેટ્‌સ નિયમિતપણે ઉપલબ્ધ કરવામાં આવશે.’ આગાહી પછી, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને તમામ રીતે તૈયાર રહેવા જણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મેના બીજા સપ્તાહમાં ચક્રવાતી તોફાનની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે લો પ્રેશર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી લંબાય તેવી શક્યતા છે. જાે સત્તાવર રીતે તેની પુષ્ટિ થાય તો વિશ્વ હવામાન સંસ્થા (ઉસ્ર્ં) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ઈજીઝ્રછઁ) દ્વારા અપનાવવામાં આવેલી નામકરણ પદ્ધતિ હેઠળ ચક્રવાતનું નામ ‘મોચા’ રાખવામાં આવશે.’ (સ્ર્ષ્ઠરટ્ઠ) હશે. યમને આ ચક્રવાતનું નામ લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવ્યું હતું. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને ચક્રવાત અંગે ૈંસ્ડ્ઢની આગાહીને પગલે તમામ પ્રકારની ઘટના માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા પણ ચક્રવાતની ઘટના પર સતત નજર રાખવામાં આવી છે. ગુજરાતના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે અને એવી પણ શક્યતાઓ છે કે બંગાળની ખાડીમાં ઉભા થનારા ચક્રવાતની અસર પણ રાજ્ય પર પડી શકે છે. હાલ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત પાછલા કેટલાક સમયથી વરસાદ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ રહેવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *