Delhi

ઇતિહાસમાં પ્રથમવાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે

નવીદિલ્હી
શિક્ષક કભી સાધારણ નહિ હોતા. ચાણક્ય દ્વારા કહેવાયેલું આ વાક્ય વર્ષોથી સાર્થક થતું હોય તેમ દેશના પ્રધાનમંત્રીની લઇને રાષ્ટ્રપતિ પણ શિક્ષકોને સન્માન આપતા રહ્યા છે. વધુ એક આવી ઘટના ગુજરાતમાં બનવા જઈ રહી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું ૨૯મુ રાષ્ટ્રીય અધિવેશન ૧૨ અને ૧૩મી મે દરમિયાન ગાંધીનગરના વલાદ ખાતે યોજાશે. ઇતિહાસમાં પ્રથમ વાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. બે દિવસના આ અધિવેશનનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે. ગુજરાત અને દેશભરમાંથી આવેલા શિક્ષકોને પ્રધાનમંત્રી સંબોધશે. અધિવેશનમાં શિક્ષક, શિક્ષણ, શિક્ષણ નીતિ વગેરે બાબતો અંગે ચર્ચા થશે. આ અધિવેશનમાં ગુજરાત અને દેશમાંથી ૮૦ હજાર શિક્ષકો આવવાનો અંદાજ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.વર્ષ ૧૯૫૪માં પ્રથમ વખત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની અધિવેશન યોજાયું હતું. ત્યારબાદ કુલ ૨૮ રાષ્ટ્રીય અધિવેશન યોજાયા અને હવે શુક્રવારથી ૨૯માં બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. શરૂઆતમાં દર વર્ષે અને ત્યારબાદ દર બે વર્ષે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન યોજાતા રહ્યા. ક્યારેક કેટલાક વર્ષોના અંતરે પણ અધિવેશન યોજાયા છે. દેશના વિવિધ રાજ્યોમાં આ અધિવેશન યોજાતા રહ્યા છે. જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત આ વખતે ગુજરાત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનનું યજમાન બન્યું છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્દઘાટન કરનાર નરેન્દ્ર મોદી દેશના ચોથા પ્રધાનમંત્રી બનશે. અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. જવાહરલાલ નહેરુ, સ્વ. ઈન્દીરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધી પણ રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ અને રાજનાથસિંહ પણ રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી ચૂક્યા છે.અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ ૨૪ રાજ્યો સાથે સંલગ્નતા ધરાવે છે. દેશના ૩૦ લાખ પ્રાથમિક શિક્ષકો આ સંગઠન સાથે જાેડાયેલા છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનમાં કુલ ૨૪ જેટલા રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ હાજર રહેશે. જેમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, ગોવા, હરિયાણા, હિમાચલપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો અને પદાધિકારીઓ હાજર રહેશે. આમ કુલ ૨૪ રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પદાધિકારીઓ અને સભ્યો ગુજરાતમાં હાજરી આપશે. આ અધિવેશનમાં શિક્ષકોની કામગીરી અને શિક્ષણ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યમાં શિક્ષકોને પડી રહેલી તકલીફ અને શિક્ષણમાં નવી કામગીરી બાબતે પણ એક બીજા સાથે ચર્ચા કરવામાં આવશે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *