Delhi

ઉનાળાની તૈયારી અને ગરમીના નિવારણ માટે પ્રધાનામંત્રીની અધ્યક્ષતામાં બેઠક બોલાવી

નવીદિલ્હી
આ વર્ષે ભીષણ ગરમી પડવાની આશંકાઓની વચ્ચે વડાપ્રધાન મોદીએ ગરમ સિઝનની તૈયારીઓની સમીક્ષા માટે સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ચોમાસાનું પૂર્વાનુમાન, રવી પાક પર પ્રભાવ, મેડિકલ માળખાગત ઢાંચાની તૈયારી અને ગરમી તથા તેની સાથે જાેડાયેલા આપદાની તૈયારીઓ વિશે જાણકારી લીધી હતી. પીએમઓ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, પીએમ મોદીએ વિભિન્ન હિતધારકો માટે અલગ અલગ જાગૃતિ સામગ્રી તૈયાર કરવા માટે કહ્યું છે. પીએમ મોદીએ તેની સાથે જ આઈએમડીને દરરોજ હવામાન અપડેટ એવી રીતે તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે, જેની વ્યાખ્યા કરવી અને તેનો પ્રચાર-પ્રસાર કરવું સરળ હોય. પ્રધાનમંત્રીએ તેની સાથે જ તમામ હોસ્પિટલોને વિસ્તૃત ફાયર ઓડિટની જરુરિયાત પર ભાર આપ્યો અને એફસીઆઈ પ્રતિકુલ હવામાનની સ્થિતીમાં અનાજના ઈષ્ટતમ ભંડાર સુનિશ્ચિત કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. પીએમઓના જણાવ્યા અનુસાર, સ્કૂલોમાં વધારે ગરમીની સ્થિતીના નિવારણ માટે બાળકોને તૈયાર કરવા માટે સ્પેશિયલ લેક્ચર આયોજન કરવા જાેઈએ. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ગરમીની સિઝન માટે શું કરવું અને શું ન કરવું, તે સુલભ ડ્રાફ્ટમાં તૈયાર કરવું જાેઈએ અને પ્રચાર માટે અલગ અલગ જિંગલ્સ, ફિલ્મ, પેમ્ફ્લેટ વગેરે પણ તૈયાર કરવા માટે આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રીએ આઈએમડીને દૈનિક મૌસમ પૂર્વાનુમાન એવી રીતે જાહેર કરવા કહ્યું કે, જેની સરળતાથી વ્યાખ્યા અને પ્રસાર કરી શકાય. તેમણે હવામાનના પૂર્વાનુમાનના પ્રસાર માટે સમાચાર ચેનલો, એફએમ રેડિયો વગેરેને સામેન કરવા પર ભાર આપ્યો છે. જેથી નાગરિકો જરુરી સાવધાની રાખી શકે. પીએમઓએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ તમામ હોસ્પિટલોમાં આગ લાગવાથી બચાવ સંબંધી ઉપાયોની વિસ્તૃત ઓડિટની જરુરિયાત પર ભાર આપતા કહ્યું કે, અગ્નિશનમ વિભાગ તરફથી તમામ હોસ્પિટલોમાં મોક ફાયર ડ્રિલ થવી જાેઈએ. તેમણે જંગલની આગના નિવારણ માટે સમન્વિત પ્રયાસની જરુરિયાત પર ભાર આપ્યો અને તેને રોકવા માટેના પ્રયાસોની જરુરિયાત અંગે ચર્ચા પણ કરી હતી.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *